14 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ કરનારાને 20 વર્ષની સજા…

14 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ કરનારાને 20 વર્ષની સજા...
14 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ કરનારાને 20 વર્ષની સજા...

આરોપી લગ્નની લાલચ આપી ભગાવી ગયો હતો

ઓલપાડ ખાતે રહેતી 14 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારનારા આરોપીને કોર્ટે 20 વર્ષની સજા કરતો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી વિશાલ ફળદુએ દલીલો કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ત્રીજા એડિશનલ સેશન્સ જજ દિલીપ મહિડાએ પોતાના ચુકાદામાં પીડિતાને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરવાની સાથે નોંધ્યુ હતુ કે, પીડિતા સગીર છે તે જાણવા છતાં આરોપીએ એક કરતા વધુવાર બળાત્કાર ગુજાર્યો હતો.

કેસની વિગત મુજબ ઓલપાડ ખાતે રહેતા આરોપી રાહુલ પરમાર પોતાના ઘરની નજીક જ રહેતી 15 વર્ષીય કિશોરીને લગ્નની લાલચે તા.10મી સપ્ટેમ્બર, 2019ના રોજ લગ્નની લાલચે ભગાવી ગયો હતો અને પીડિતા સાથે એક કરતા વધુવાર બળાત્કાર ગુજાર્યો હતો.

જો કે, બાદમાં પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામેનો કેસ સુરત સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો.

Read About Weather here

જો કે, પીડિતાએ કયા કપડા પહેર્યા હતા તેનો ફરિયાદમાં કોઈ ઉલ્લેખ નથી. પોલીસે આ કપડા પણ રિકવર કર્યા નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here