મુંબઇમાં બે દિવસથી મેઘો મંડાયો: જળબંબાકાર

મુંબઇમાં બે દિવસથી મેઘો મંડાયો: જળબંબાકાર
મુંબઇમાં બે દિવસથી મેઘો મંડાયો: જળબંબાકાર

ગઇરાતથી ભારે વરસાદ ચાલુ રહેતા તમામ માર્ગો નદી બન્યા, ઇસ્ટન એકસપ્રેસ હાઇ-વે અને ગાંધી માર્કેટ ઠેરઠેર જળરાશી

મહાનગરી મુંબઇમાં બુધવારે રાતથી ભારે વરસાદ તુટી પડતા અને આજે સવારે પણ ઠેરઠેર જોરદાર વરસાદ ચાલુ રહેતા મુંબઇ મહાનગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ઇસ્ટન એસપ્રેસ હાઇ-વે અને ગાંધી માર્કેટ જેવા વિસ્તારોતો સદંતર પાણીમાં ડુબી ગયા છે. ટ્રેન અને વાહન વ્યવહાસ સંપુર્ણ ઠપ્પ થઇ જવા પામ્યા છે. પરાના ટ્રેન વ્યવહારને પણ ભારે અસર થવા પામી છે. હજુ મહાનગરમાં આ લખાય છે ત્યારે બપોર સુધી વરસાદ ચાલુ રહે છે. પરાની ટ્રેનો પાટ્ટા પર પાણી ફરી વળવાને કારણે કલાકો મોડી ચાલી રહી છે. મુંબઇની બસ સેવાને પણ ફટકો પડયો છે. સવારે અનેક રૂટ ડાયવડ કરવા પડયા હતા.

Subscribe Saurashtra Kranti here

હજુ આગામી 24 કલાક સુધી મુંબઈ અને આસપાસના પરા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. મુંબઇગરાહને સાવઘ રહેવા અને બહુ જરૂરીયાત વિના બહાર ન નિકળવા સ્થાનિક તંત્ર દદ્વારા તાકિદ કરવામાં આવી છે. મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે.

રસ્તાઓ પર પુરની જેમ પાણી ધસમસી રહયા છે. કુર્લા, વિદ્યાવિહાર અને હારબરલાઇનની ટ્રેનો 30 થી 25 મીનીટ મોડી દોડી રહી છે. જયારે મહાનગરમાં હિન્દમાતા, સાયન રોડ, ગાંધીમાર્કેટ, વડાલા બ્રિજ વગેરે વિસ્તારોમાંથી સિટી બસના રૂટ બદલવામાં આવ્યા છે. સતત વરસાદ આમ તો મંગળવારથી જ ચાલુ છે. પણ ગુરૂવાર આખી રાત મેઘરાજાએ દેધનાધન કરતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા છે.

Read About Weather here

મુંબઇમાં કાયમ જોવા મળે છે તેમ ભારે વરસાદ પછી જળબંબાકાર સર્જાય છે. વીજળી, પાણી, વાહન વ્યવહાર અને ટ્રેન વ્યવસ્થા ખોરવાઇ જાય છે એ જ પરિસ્થિતિ આજે જોવા મળી રહી છે અને મુંબઇની રફતાર અટકી ગઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here