માછલીઓનો વરસાદ થયો…!

માછલીઓનો વરસાદ થયો…!
માછલીઓનો વરસાદ થયો…!

  એનિમલ રેનનો અર્થ થાય છે આકાશમાંથી જીવોનું પડવું. આ દુર્લભ ઘટના ત્યારે થાય છે, જ્યારે તળાવ કે સરોવર જેવી જગ્યાઓના કોઈ ભાગમાં તોફાન આવે છે. બે અઠવાડિયા પહેલા એક અજીબ ઘટના થઈ છે. પૂર્વી ટેક્સાસના ટેક્સરકાના શહેરમાં એકાએક આવેલા તોફાનની સાથે માછલીઓનો વરસાદ થયો છે. આથી લોકો ચોંકી ગયા છે.

જ્યારે તે ઘરમાંથી નીકળ્યા તો રસ્તા પર ચારેબાજુ માછલીઓ પડી હતી. પછી શહેરના અધિકારિક ફેસબૂક પેજ પર કહેવામાં આવ્યું કે આ કોઇ જાદૂ નહોતો. આ દુર્લભ ઘટનાને સાયન્સમાં `એનિમલ રેન` કહેવામાં આવે છે.

અંગ્રેજીમાં આને વૉટર સ્પાઉટ્સ કહેવામાં આવે છે. આ ચક્રવાતમાં એવો સાઇક્લોન બને છે જે પાણીની સાથે-સાથે તેમાં રહેલા ઝાડ-છોડ અને નાના પ્રાણીઓને પણ ખેંચી લાવે છે.

જેમ જેમ આ ચક્રવાત શક્તિશાળી બની જાય છે, તેમ-તેમ પ્રાણીઓને પણ પોતાની ચપેટમાં લે છે. ત્યાર પછી આ તોફાનની સાથે જમીન તરફ આગળ વધે છે. તોફાનના નબળા થવા પર ચક્રવાતમાં રહેલા જીવ હવાથી જમીન પર પડવા લાગે છે.

Visit Saurashtra Kranti Homepage here

આમ થવાથી લાગે છે કે જાણે આકાશમાંથી જીવનો વરસાદ પડે છે. માછલાઓના વરસાદથી લોકો ચોંકીને બુધવારે થયેલી આ ઘટના પછી ચોંકી ઉઠ્યા છે. સોશિયલ મીડિયા પર પોતાના વિચાર શૅર કરતા લોકોએ જણાવ્યું કે વરસાદ થવા પર લાગ્યું કે બહાર બરફ પડી રહ્યું છે.

જ્યારે વરસાદ બંધ થયો તો ખબર પડી કે આકાશમાંથી માછલીઓ પડી રહી હતી.

ધ ટેક્સરકાના ગજટ અખબાર સાથે વાત કરતા લોકોએ જણાવ્યું કે મોટાભાગની માછલીઓ 6થી 7 ઇન્ચ મોટી હતી. તેના માથા ફૂટેલા હતા, જેથી ખબર પડે છે કે આ ખૂબ જ ઉપરથી પડી હતી.

Read About Weather here

કેટલાક લોકોએ ફાયદો ઉઠાવ્યો અને રસ્તા પરથી માછલાઓ વીણીને ઘરે લઈ ગયા. 1861માં સિંગાપોરમાં સતત ત્રણ દિવસ માછલીઓનો વરસાદ થયો હતો. આ સિવાય, 1794માં ફ્રાન્સના લિલી શહેરમાં દેડકાઓનો વરસાદ જોવા મળ્યો હતો.એનિમલ રેનની આ પહેલી ઘટના નથી ટેક્સરકાનામાં થયેલી એનિમલ રેન પહેલા પણ વિશ્વમાં આ પ્રકારની ઘટનાઓ જોવા મળી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here