ડીસામાં મહિલાએ એક સાથે ત્રણ સંતાનોને જન્મ આપતા પરિવારમાં ખુશી

ડીસા-Children-3
ડીસા-Children-3

Subscribe Saurashtra Kranti here

ડીસામાં આજે શુક્રવારના રોજ એક ખાનગી હોસ્પિટલમાં મહિલાને પ્રસુતિ

૧૧ વર્ષથી આ મહિલાને સંતાન સુખ પ્રાપ્ત થતું ન હતું

ડીસામાં મેડિકલ સાયન્સના જાણકારોને પણ માથુ ખંજવાળતા કરી નાખે તેવો બનાવ બન્યો છે. ડીસામાં એક મહિલાએ એક સાથે ત્રણ સંતાનોને જન્મ આપ્યો છે અને આ ત્રણેય સંતાનો સહિત માતા પણ તંદૃુરસ્ત છે. આ મહિલાના લગ્ન ૧૧ વર્ષ પહેલા ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં થયા હતા અને ૧૧ વર્ષથી આ મહિલાને સંતાન સુખ પ્રાપ્ત થતું ન હતું, મહિલાને ગર્ભ રહૃાા બાદ પ્રસૂતિની પીડા ઉપડતાં સારવાર માટે ડીસામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, તે સમયે ડોક્ટર રાહુલ ચૌહાણે આ મહિલાની સમયસર પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લેતાં આ મહિલાએ એક સાથે ત્રણ સંતાનોને જન્મ આપ્યો હતો.

ડીસામાં આજે શુક્રવારના રોજ એક ખાનગી હોસ્પિટલમાં મહિલાને પ્રસુતિ દરમ્યાન ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. આ ઘટના બાદ મેડિકલ ક્ષેત્રના તજજ્ઞો જણાવી રહૃાા છે કે, જ્યારે ટ્વીન્સ બાળકો હોય છે ત્યારે પણ મહિલા સહિત ગર્ભમાં રહેલા સંતાન માટે જોખમ હોય છે. પરંતુ આ કિસ્સામાં મહિલાએ ત્રણ સંતાનોને એકસાથે જન્મ આપ્યો છે અને આ ત્રણેય બાળકો એકદમ તંદૃુરસ્ત છે, જે ખરેખર આશ્ર્ચર્ય પમાડે તેવી ઘટના છે. આજના આધુનિક યુગમાં કેટલાક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જે ખરેખર લોકોને આશ્ર્ચર્ય પમાડે તેવા હોય છે.

Read About Weather here

૧૧ વર્ષ સુધી સંતાનસુખની રાહ જોનારા આ પરિવારમાં એક સાથે ત્રણ સંતાનો અવતર્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે, પરિવારમાં ખુશી છવાઈ જાય, ત્યારે આ ખુશીના પ્રસંગે પરિવારના તમામ સભ્યો પણ ભાવુક થઇ ગયા હતા. આ પ્રસંગે આ બાળકોના પિતાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, અમારા લગ્નને ૧૧ વર્ષ જેટલો સમય થયો હતો અને આ ૧૧ વર્ષ દરમિયાન અમારા પરિવારમાં એક પણ સંતાન થયું ન હતું. પરંતુ કુદરતે આજે અમારા પરિવારમાં એક બે નહીં પરંતુ ૨ બાળકી અને એક પુત્રને જન્મ આપતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહૃાો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here