ચીનમાં વિરોધ બાદ કોવિડ પ્રતિબંધો હળવા કરાયા!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ચીનમાં અઠવાડિયાઓથી થઇ રહેલાં વિરોધ પ્રદર્શનો પછી સરકાર આજથી કોવિડ પ્રતિબંધોને ઓછા કરવા જઇ રહી છે. રિપોર્ટ્સ અનુસાર દેશભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત કેટલાક લોકોને હોમ ક્વોરન્ટાઇનની અનુમતિ આપવામાં આવશે અને અનાવશ્યક ટેસ્ટિંગ પર લગામ લગાવવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

એવામાં ચીનના લોકોને ડર છે કે વાઇરસ હવે વધુ ફેલાઇ શકશે. એથી મેડિકલ સ્ટોર્સ પર ભીડ વધુ ઊમટી પડી છે. મોટી સંખ્યામાં લોકોમાં કોરોના વાઇરસથી સંક્રમિત થવાની આશંકાને જોતા જરૂરી દવાઓ ખરીદ કરીને ઘરમાં રાખી રહ્યા છે. એમાંથી વધારે પડતા લોકો એ છે જેમણે કોવિડ વેક્સિન નથી લગાવી. જણાવી દઇએ કે ચીનમાં મંગળવારે 24,440 કોરોનાના મામલા સામે આવ્યા, જે સોમવારે આવેલા 27,164થી ઓછા છે.

કોવિડ પ્રતિબંધોમાં છૂટ પછી ઓછા જોખમી લોકોને કોરોના સંક્રમિત થવા પર આઇસોલેશન સેન્ટરમાં જવું નહીં પડે. તેઓ હોમ ક્વોરન્ટાઇનમાં રહીને ઇલાજ કરાવી શકે છે. કોરોના ટેસ્ટિંગમાં પણ ઘટાડો કરવામાં આવશે. માત્ર વધુ જોખમવાળી વ્યક્તિઓનું જ ટેસ્ટિંગ કરવામાં આવશે. ચીન સરકારે સાર્વજનિક જગાઓ પર જતા પહેલાં હેલ્થ કોડ સ્કેન કરવાની અડચણને સમાપ્ત કરી દીધી છે. હવે માત્ર જોખમી વિસ્તારોમાં જ લોકડાઉન લગાવવામાં આવશે. ઓછા જોખમી વિસ્તારોમાં થોડા કેસ આવવા પર સામાન્ય જનજીવન ચાલુ રહેશે. સાથે જ વેક્સિનની ગતિ વધારવામાં આવશે.

હોમ આઇસોલેશનની શરૂઆત બીજિંગથી થઇ હતી પરંતુ વધતા મામલાની વચ્ચે ક્વોરન્ટાઇન સેન્ટરમાં જગા ઓછી પડવાને લીધે આ નિયમને દેશભરમાં લાગુ કરવામાં આવશે. આ ચીનની કોવિડ નીતિમાં બદલાવ દર્શાવે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે કોવિડ પ્રતિબંધોમાં ઢીલ આપવાથી લોકો કોવિડને એક ખતરનાક બીમારી માનવાનું બંધ કરી દેશે અને આને સામાન્ય રૂપે જોશે. આનાથી ચીન પણ દુનિયાના બાકીના દેશોની જેમ કોવિડ સામે લડી શકશે.

Read About Weather here

દેશભરમાં થયેલાં વિરોધ-પ્રદર્શનોને લીધે ચીન સરકારે કોવિડ પ્રતિબંધોમાં છૂટ આપવી પડી. હકીકતમાં ઝીરો કોવિડ પોલિસીના બિનજરૂરી પ્રતિબંધો અને કડકાઇથી ત્યાંના લોકો પરેશાન હતા. બધાં શહેરોમાં અલગ નિયમોને કારણે લોકો પરેશાન થઇ ગયા હતા અને તેમણે વિરોધ-પ્રદર્શનોનો રસ્તો અપનાવ્યો હતો. જેનાથી સકારાત્મક પરિણામ હવે સામે આવી રહ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here