કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી શેનેલ અને અર્જુન ભલ્લા લગ્નગ્રંથિથી જોડાશે

કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી શેનેલ અને અર્જુન ભલ્લા લગ્નગ્રંથિથી જોડાશે
કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી શેનેલ અને અર્જુન ભલ્લા લગ્નગ્રંથિથી જોડાશે
રાજસ્થાન વધુ એક હાઇપ્રોફાઈલ વેડિંગ યોજાવા જઈ રહ્યું છે. નાગૌર જિલ્લાના ખિંવસર કિલ્લામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રીના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ કિલ્લો 7 ફેબ્રુઆરી એટલે કે ગઈકાલથી ત્રણ દિવસ માટે બુક કરવામાં આવ્યો છે.સ્મૃતિ-ઝુબીન ઈરાનીની પુત્રી શેનેલ અને કેનેડિયન મૂળના NRI અર્જુન ભલ્લા 9 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરશે. આ કારણે મંગળવારે સવારે શેનેલના પિતા જોધપુર એરપોર્ટ પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્મૃતિ ઈરાની પણ ગઈકાલે જ જોધપુર પહોંચવાના હતા, પરંતુ હવે તેઓ આજે પહોંચે તેવી શક્યતા છે.
કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી શેનેલ અને અર્જુન ભલ્લા લગ્નગ્રંથિથી જોડાશે લગ્નગ્રંથિ
કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી શેનેલ અને અર્જુન ભલ્લા લગ્નગ્રંથિથી જોડાશે લગ્નગ્રંથિ

Visit Saurashtra Kranti Homepage here

ખિંવસર કિલ્લા ખાતે લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. આ કિલ્લો 3 દિવસ માટે બુક કરવામાં આવ્યો છે. આજે કદાચ સ્મૃતિ ઈરાની જોધપુર એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી રોડ માર્ગે આ કિલ્લા જવાનો પ્લાન છે. ત્યારે આજે જ મહેંદી અને હલ્દી વિધિ થશે. ત્યાં મ્યુઝિકલ નાઈટનો કાર્યક્રમ પણ યોજાશે. 9 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે પરંપરાગત રીતિ-રિવાજ સાથે લગ્ન થશે.આ હાઈપ્રોફાઈલ લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. 50 મહેમાનોની યાદી પણ હોટલ પહોંચી ગઈ છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ લગ્નમાં બન્નેના પરિવારના સભ્યો જ હાજર રહેશે. આ લગ્નમાં કોઈ VIP હાજરી આપશે નહીં. અહીં કિલ્લાને અલગ-અલગ થીમ પર સજાવવામાં આવ્યો છે.

Read About Weather here

શેનેલ અને અર્જુનની સગાઈ 2021માં થઈ હતી. ત્યાર પછી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ખુદ અર્જુન ભલ્લાનું તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને તેના પરિવારમાં સ્વાગત કર્યું હતું. તમને જણાવી દઈએ કે અર્જુન ભલ્લા કેનેડામાં રહે છે અને NRI છે. તે લીગલ એક્સપર્ટ છે અને ઘણી મોટી કેનેડિયન કંપનીઓમાં લીગલ કન્સલટન્ટ તરીકે કામ કરે છે. શેનેલ લૉ ગ્રેજ્યુએટ અને વ્યાવસાયિક રીતે વકીલ પણ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here