આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. મોદીને વડાપ્રધાન સુધી પહોંચાડવામાં રાજકોટની આ બેઠકનો જાદુ, 2002માં જીવનની પ્રથમ ચૂંટણી લડ્યા અને  CM બન્યા હતા, છકડો રિક્ષામાં પ્રચાર કર્યો હતો

   2002માં વજુભાઈ વાળાએ મોદી માટે રાજકોટ-2ની બેઠક ખાલી કરતા પેટા ચૂંટણી આવી હતી

2. રાજકોટમાં રોગચાળો વકર્યો: રોજ એક કરોડની દવા વેચાય છે જેમાં વાઇરલ ઇન્ફેક્શન, ડેન્ગ્યુની રૂપિયા 30 લાખની દવાનું વેચાણ

   મેડિકલ સ્ટોર દીઠ દર 100માંથી 30 વ્યક્તિ વાઇરલ ઈન્ફેક્શનની દવા લેનારા

Visit Saurashtra Kranti Homepage here

3. જાપાનમાં વિક્રમજનક 86 હજાર લોકો 100 વર્ષની ઉંમરને પાર, જાપાની નાગરિકોના લાંબા આયુષ્ય પાછળ શું રહસ્ય છે તે જાણો

  જાપાનના લોકો વધારે પડતુ તણાવવાળુ જીવન જીવતા નથી. તેમની સામાજીક વ્યવસ્થા એક-બીજાને મદદ કરવાનો અભિગમ ધરાવે છે. જાપાનના લોકો કાળજી રાખનારો એટલે કે કેયરિંગ કોમ્યુનિટી છે, જ્યાં વૃદ્ધોને એકલા છોડી નહીં દઈ પૂરતી કાળજી રખાય છે. જાપાનના લોકો અન્ય દેશોની તુલનામાં વધારે ઉંમર સુધી કામ કરે છે અને સતત સક્રિય રહે છે

4. 68 વર્ષ પછી ટાટા ગ્રૂપ બની શકે છે એર ઈન્ડિયાનું માલિક

  ખોટનો સામનો કરી રહેલી એર ઈન્ડિયાને વેચવાની પ્રોસેસ ચાલી રહી છે. 15 સપ્ટેમ્બરે તેને ખરીદવા ઈચ્છતી કંપનીઓ માટે બોલી લગાવવાની અંતિમ તારીખ હતી.

 આ દિવસે ટાટા ગ્રૂપ અને સ્પાઈસ એરલાઈન્સે તેના માટે બોલી લગાવી છે. જો બધુ બરાબર રહેશે તો ડિસેમ્બર સુધીમાં એર ઈન્ડિયાને વેચવાની પ્રક્રિયા પૂરી થઈ શકે છે.

5. એન્જિનિયરિંગનો અભ્યાસ છોડીને સુરતની યુવતી બની સેલિબ્રિટી મોડર્ન હેરસ્ટાઇલિસ્ટ, દેશ-વિદેશની બ્યુટિશિયનોને ટ્રેનિંગ આપીને વર્ષે 5 લાખ કમાય છે

  હેરસ્ટાઈલને મોડર્ન ઇન્ડિયન ટચ આપીને પાયલ પટેલે બ્યુટિશિયનોમાં નામના મેળવી છે.

કોરોનાકાળમાં પાયલ પટેલે ઓફલાઇનની જગ્યાએ ઓનલાઇન સેમિનારથી તાલીમ આપી

6. ટાટા મોટર્સે Xpres-T EV લોન્ચ કરી, સિંગલ ચાર્જમાં 213 કિમીનું અંતર કાપતી આ સિડેનની કિંમત 9.54 લાખ રૂપિયા

      ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા હવે ઓટોમોબાઇલ કંપનીઓ ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં પોતાની નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહી છે. ટાટા મોટર્સે ઇન્ડિયન માર્કેટમાં Xpres-T હેઠળ તેની ફર્સ્ટ ઇલેક્ટ્રિક સિડેન લોન્ચ કરી દીધી છે.

 કંપનીએ જુલાઈ મહિનામાં આ કાર શોકેસ કરી હતી. ત્યારબાદ હવે કંપનીએ ઓફિશિયલી આ કાર લોન્ચ કરી દીધી છે. Xpres-T એ ટાટા ટિગોર EVનું રિ-બ્રાંડેડ મોડેલ છે.

FAME-2 સબસિડી હેઠળ ઇન્ડિયન માર્કેટમાં આ કારની પ્રારંભિક કિંમત 9.54 લાખ રૂપિયા છે, જેનાં ટોપ વેરિઅન્ટનો ભાવ 10.64 લાખ રૂપિયા સુધી જાય છે.

7. માર્કેટમાં વધુ 2 ‘મેડ ઇન ઇન્ડિયા’ઓકાયા ફ્રીડમ ઇલેક્ટ્રિક સ્કૂટર્સની એન્ટ્રી, 12 કલર ઓપ્શનથી સજ્જ આ સ્કૂટરની પ્રારંભિક કિંમત ₹69,999

  ઇલેક્ટ્રિક વ્હીકલનું માર્કેટ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. દરરોજ નવી-નવી કંપનીઓ પોતાની ઇલેક્ટ્રિક પ્રોડક્ટ લઇને માર્કેટમાં એન્ટ્રી કરી રહી છે. સ્વદેશી કંપનીઓ પણ આ સેગમેન્ટમાં પોતાની ઓળખ ઊભી કરવામાં માગે છે. જેમાંની એક કંપની છે ઓકાયા ગ્રુપ.

8. એલિયન્સે અપહરણ કરી હાથમાં નેનોચિપ ઈમ્પ્લાન્ટ કરી, અમેરિકાના યુવાનનો દાવો- તે ધરતી સાથે એલિયન્સની દુનિયાનો પણ સભ્ય

  અમેરિકાના સ્ટીલ કોલ્બર્ન નામના યુવકે દાવો કર્યો કે અનેકો વખત એલિયન્સ તેનું અપહરણ કરી ચૂક્યા છે. એલિયન્સે કરેલાં અપહરણ અને ચિપ ઈમ્પ્લાન્ટને કારણે તેની પત્નીએ ડિવોર્સ આપ્યો

9. ધરતીનું સુરક્ષા કવચ ‘ઓઝોન’ કરી રહ્યું છે જીવસૃષ્ટીનું રક્ષણ, ભૌતિકવાદ તરફની આંધળી દોડે અમેરિકાના કદ કરતાં પાડ્યું ત્રણ ગણું મોટું ગાબડું

   સુર્યમાંથી નિકળતા પારજાંબલી કિરણો કેન્સર, આંખના મોતિયાનું કારણ બની શકે છે.

ઓઝોન પડ એક ટકા ઘટે અને 2% સુધી અલ્ટ્રાવાયોલેટ કિરણો માણસો સુધી પહોંચે તો રોગોનું જોખમ ઘણું વધી શકે

Read About Weather here

10. કંગના રનૌત સ્ટારર ‘ધ ઈન્કારનેશન સીતા’માં લંકેશનો રોલ પ્લે કરશે રણવીર સિંહ, મેકર્સ સાથે ચર્ચા ચાલુ

 લંકેશનો રોલ કરવા માટે રણવીર સિંહને ફિલ્મ મેકરે મે મહિનામાં ઓફર આપી હતી. હાલ રણવીર રોલ કરવા માટે ફિલ્મના ફાઈન નરેશનની રાહ જોઈ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here