આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. લોધિકા આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ ન ફાળવતા 38 ગામના દર્દીઓ પરેશાન

અનેક રજુઆતો છતાં કોઇ ઉકેલ નહીં : એમ.એસ. સર્જન, એમ.ડી અને આંખના ડોક્ટરની જગ્યા ખાલી

2. નાણા મંત્રાલય 10 ઓક્‍ટોબરથી વાર્ષિક બજેટ પર કામ શરૂ કરશે

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું છેલ્લુ પૂર્ણ સમયનું બજેટ

Visit Saurashtra Kranti Homepage here

૩. શ્વાસની બીમારીની દવાઓનું વેચાણ 25 થી 30 ટકા વધ્‍યું

સામાન્‍ય સંજોગોમાં આ દવાનું વેચાણ 10 ટકાની આસપાસ હોય છે

4.શહેરમાં વધુ 27 હોટલ – હોસ્‍પિટલ – શોરૂમમાં મચ્‍છરોના ઘર : 68 હજારનો દંડ

મનપા તંત્ર ઉંધા માથે : મચ્‍છર ઉત્‍પતિ સબબ 38 સ્‍થળોની તપાસ : 7ને નોટીસ : મચ્‍છરજન્‍ય રોગચાળો અટકાવવા મેલેરીયા શાખાનું સઘન ચેકીંગ

5. આજે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન :સોની બજાર-પેલેસ રોડ અડધો દિ’ બંધ રહેશે

બપોરે 12 વાગ્યા સુધી સોની બજાર- પેલેસ રોડ બંધ રાખવા ગોલ્ડ ડીલર્સનો નિર્ણય

6. રાજ્યભરમાં તા. 12 અને 13 સપ્ટેમ્બરના રોજ “વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમનું આયોજન

રાજકોટ જિલ્લામાં “વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમ અન્વયે વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

7. નહેરૂનગરમાં છેલ્લા 4 દિવસથી ડિપ્રેશનમાં રહેતાં ઓટોબ્રોકર રમેશભાઇ આહિરે અંતે કંટાળીને ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી ફેલાઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી.

8. જામનગરમાં ભારે પવન ફૂંકાતા લાખોટા તળાવમાં મ્યુઝિક લેઝર શોનો ડોમ ધરાશાયી થયો છે. સદનસીબે આ બનાવમાં કોઈને ઇજા કે જાનહાની થઈ નથી. વરસાદી માંહોલના કારણે કોઈ મુલાકાતીઓ નહોતા જેથી મોટી ઘટના ટળી હતી.

9. રાષ્‍ટ્રીયશાળા ઓશો ગ્રુપ દ્વારા આવતીકાલ તા.11ને રવિવારના રાષ્‍ટ્રીય શાળા  મધ્‍યસ્‍થ હોલ ખાતે એક દિવસીય ફ્રી ઓશો શિબીરનું આયોજન કરેલ છે.

Read About Weather here

10. લોધીકા તાલુકાના કેવલમ સોસાયટી ગેઇટ પાસે રાત્રે વરસાદ આવતા વિજળી પડતાં વાઇનઢે આવેલ જામનગર તાલુકાના રવાણી ખીજડીયા ગામના માલધારી ધુસાભાઇ રાજાભાઈ રાતડીયા ના 13 ધેટાના મોતથી માલધારીમા શોકનું મોજું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here