આજના ઇવીનીંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.ચાર વર્ષ પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર જગદીશ ઠાકોર આજે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ બની ગયાં

2017માં પક્ષની આંતરિક ખેંચતાણને કારણે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું

આજે સાંજે ગાંધીનગરમાં ધારાસભ્ય દળની બેઠક મળશે

નવા પ્રભારી રઘુ શર્માની હાજરીમાં વિપક્ષના નેતાના નામની જાહેરાત થશે

Visit Saurashtra Kranti Homepage here

2. લગ્નમાં સુંદર દેખાવવા છેલ્લાં ઘણાં સમયથી કેટરીના માત્ર શાક ને સૂપ-સલાડ જ લઈ રહી છે

બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ તથા વિકી કૌશલ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં 9 ડિસેમ્બરે લગ્ન કરવાના છે. પોતાના જીવનના સ્પેશિયલ દિવસ માટે કેટરીના સ્પેશિયલ ડાયટ ફોલો કરી રહી છે.

3. રાજકોટમાં ખુલ્લી ગટરમાં નવીનક્કોર કાર ખાબક્યા બાદ ફંગોળાઈ, 2 સેકન્ડના અંતરે બાઇકચાલકનો જીવ બચ્યો!

મવડી ચોકડી પાસેનો બનાવ, એરબેગ ખૂલી જતાં કારચાલકનો બચાવ થયો

રાજકોટ શહેરમાં ડ્રેનેજ શાખાની બેદરકારીથી અવારનવાર રસ્તા પર ગટરનાં ઢાંકણા ખુલ્લાં રહી જતાં અકસ્માતો થાય છે, પરંતુ ડ્રેનેજ શાખાની ઘોર બેદરકારીનાં દૃશ્યો સીસીટીવીમાં કેદ થયાં છે, જેમાં ટ્રાફિકથી સતત ધમધમતી મવડી ચોકડી નજીક ગટરનું ઢાંકણું ખુલ્લું રહી જતાં નવીનક્કોર કિયા કાર અંદર ખાબકતાં ફંગોળાઈ હતી. 

4. જગદીશ ઠાકોરે 15 દિવસ પહેલાં કોંગ્રેસને બેઠી કરવાની રણનીતિ જાહેર કરી હતી, કહ્યું હતું, કોંગ્રેસનો ઝંડો લઈને લોકોની વચ્ચે જવું પડશે

ગલ્લાઓ અને ગલીઓમાં જઈને ચાલતા જ યાત્રા કરીને લોકોને સમજાવવા પડશે

15 નવેમ્બરે પાટણમાં યોજાયેલા કોંગ્રેસના સંમેલનમાં કાર્યકરોને કહ્યું હતું, ભાજપનો ડર કોંગ્રેસે દૂર કરવો પડશે

ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લાં 25 વર્ષથી સત્તામાં નથી. એ ઉપરાંત રાજ્યમાં ચૂંટણીઓમાં સતત પરાજય થતાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાઓએ રાજીનામાં આપ્યાં હતાં, જેથી છ મહિના કરતાં પણ વધુ સમયથી કોંગ્રેસ સુકાની વગરની હતી. હવે ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો ગણાતા જગદીશ ઠાકોરના હાથમાં કોંગ્રેસનું સુકાન સોંપવામાં આવ્યું છે.

5.મનપા દ્વારા બનાવાઇ નવી વોટર પોલીસી

નવા વર્ષે પાણીનો મીટર મુજબ ચાર્જ ચુકવવા તૈયાર રહેજો

૧ એપ્રીલથી નવા તમામ પ્રકારના નળ કનેકશનોમાં મ.ન.પા. લગાડશે વોટર મીટરઃ જુના નળ કનેકશનોમાં જયાં સુધી મીટર ન લાગે ત્યાં સુધી હાલની પાણીવેરા પધ્ધતી મુજબ ચાર્જ લેવાશે

6. ૧૧ મહિનામાં ૫ કરોડના દંડનો ધગધગતો ડામ : રાજકોટીયન્સને કદાચ નિયમોનું પાલન કરવા કરતા ભંગ કરવામાં વધુ રસ!

દંડનો ડામ સતત અવિરત ખમી રહી છે રાજકોટની જનતાઃ કેટલાક કાયદાની પડી નથી? કેટલાક મજબૂરીથી કાયદો તોડે છે ને સપડાય જાય છેઃ પહેલા પચાસ-સો દઇ છટકી શકાતું, પણ હવે ‘તીસરી આંખ’ના તીરથી લગભગ કોઇ બચી શકતું નથીઃ તમે ટ્રાફિકનો નિયમ તોડી ભાગો તો ઘરેબેઠા ‘ઇ-મેમો’ રૂપી કંકોત્રી મળી જાય : રોંગ સાઇડ, વન-વે, લાયસન્સ, પીયુસી, આરસી બૂક વગર ડ્રાઇવીંગ, સીટ બેલ્ટ ન બાંધવો, કાળા કાચ રાખવા, ત્રણ સવારી, નંબર પ્લેટ વગર નીકળવું એ સહિતના નિયમોના ભંગ માટે અગાઉ દંડ વસુલાતાં: છેલ્લા બે વર્ષથી કોરોના અંતર્ગત માસ્કના, થૂંકવાના દંડનો ઉમેરો થતાં દંડની આવકમાં ભરપૂર ઉછાળો : ઠંડી મેં ગરમી કા અહેસાસ… :જેવો પોલીસના દંડનો આંકડો :પોલીસનું એક જ સુત્ર-કાયદે મેં રહોગે તો આપ ફાયદે મેં રહોગે : નિયમોનું પાલન કરો, દંડથી બચો, જવાબદાર બનો, જાગૃત બનો

7. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યનો વિપક્ષને સવાલ, શું તેઓ મથુરામાં કૃષ્ણ મંદિરનો વિરોધ કરે છે

હવે મથુરાનો વારો કહીને નેતાએ રાજકીય પારો ઊંચે ચઢાવ્યો : ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રીના નિવેદન બાદ અખિલેશ યાદવ સહિત અનેક વિપક્ષોએ વિરોધ નોંધાવ્યો હતો

8. જેટ એરવેઝ ફરી બેઠું થવા તૈયાર : બોઇંગ અને એરબસ પાસેથી 100 વિમાન ખરીદશે

જેટ 2022માં સ્થાનિક ઉડ્ડયન સેવા શરૂ કરશે: કાલરોક અને જાલાને ખરીદી છે જેટ એરવેઝ

9. નમકના કણ જેવડો અતિ સુક્ષ્મ કેમેરો પોતાથી પ લાખ ગણી મોટી તસવીર ખેંચે છે

માનવ શરીરના ઇલાજ દરમિયાન અંદર જોવામાં ઉપયોગી થશે

મીઠાના કણ જેવડો હોવા છતાં એક નવો માઇક્રોસ્કોપીક કેમેરો કોઇ સામાન્ય કેમેરાની બરાબર કે પોતાથી પ લાખ ગણી મોટી તસવીર ખેંચી શકતા અલ્ટ્રા કોમ્પેકટ ઓપ્ટીકસ ડીવાઇસને અમેરિકાની પ્રિસંટન અને વોશીંગ્ટન યુનિર્વસીટીની ટીમે બનાવ્યું છે.

Read About Weather here

10. નવાબંદર કાંઠે વધુ એક ખલાસીનો મૃતદેહ મળ્યોઃ હજુ બે લાપત્તા

દરીયામાં મીની વાવાઝોડામાં ૧૦ બોટો ગૂમ થતા લાપત્તા ૮ ખલાસીઓમાંથી ૪નો હેમખેમ બચાવઃ હેલીકોપ્ટર દ્વારા શોધખોળઃ કુલ મૃત્યુઆંક ર

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here