આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.વડોદરામાં શિક્ષકના 18 વર્ષીય જોડિયા પુત્રોનો ગળાફાંસો; એકનું મોત, ગાળિયો છૂટી જતાં બીજો પુત્ર બચી ગયો, બંનેની NEETની પરીક્ષા ચાલુ હતી

આણંદની જિલ્લા શાળામાં નોકરીએથી સાંજે પરત ફરેલા શિક્ષક દંપતિ ઘરનું દૃશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા

પંખાના એક જ હૂક પર અલગ-અલગ નેપકિનનો ગાળિયો બનાવી બંને ભાઈ એક સાથે લટકી ગયા હતા

2. દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (સુધારા) બિલ રાજ્યસભામાં પાસ થયું, હવે CBI-EDના વડાનો કાર્યકાળ 5 વર્ષ સુધી વધારી શકાશે

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. સુરેન્દ્રનગરમાં સમસ્ત વણકર સમાજ દ્વારા અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે રહેવા-મેદાન સુધી જવાની વ્યવસ્થા કરાઈ

પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલશે ત્યાં સુધી ઉમેદવારોની રહેવાની વ્યવસ્થા ચાલુ રહેશે

4. ૧૦,૦૦૦ મૃત્યુના દાવા સામે ૧૯૯૬૪ કેસમાં વળતર ચુકવાયુ

ગુજરાત સરકારે સત્તાવાર રીતે સ્વીકાર્યુ કોરોનાથી ૧૦ હજારથી વધુના મોત !!

મહારાષ્ટ્ર અને ગુજરાતે કોરોનાને કારણે થયેલા મૃત્યુના વળતરના મામલે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામા દાખલ કર્યા છે : અન્ય રાજ્યો વતી હજુ સુધી એફિડેવિટ દાખલ કરવામાં આવી નથી

5. મધરાતે કાશી નીહાળવા નીકળ્યા પીએમ મોદીઃ ગોદૌલિયા પર થોડીવાર ટહેલ્યા બાદ વિશ્વનાથ મંદિર અને બનારસ રેલવે સ્ટેશન પહોંચ્યાઃ વિકાસકાર્યોની સમીક્ષા કરી

મોદીએ અડધી રાતે ફરીથી એકવાર કાશીવાસીઓને ચોંકાવી દીધા

6. કલકત્તામાં પણ માંગ ભરો સજની

હાલમાંફ્લ્મિ અભિનેતા રાજકુમાર રાવે તેની પ્રેમિકા પત્રલેખા સાથે લગ્ન કર્યા બાદ તેને પણ પ્રેમિકાની માંગમાં સિંદૂર ભરવાનું કહ્યું હતું

7. કાશીનો દરેક ખૂણો ઝળહળ્યો : શિવ દીપોત્સવની ઉજવણી તમામ ઘાટ દીવાઓથી ઝગમગ્યા :હર હર મહાદેવના નારા

પીએમ મોદી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ભવ્ય ગંગા આરતીના સાક્ષી બન્યા: અસ્સી ઘાટ પર એક મોટા મંચને રંગોળીથી શણગારાયો : માતા ગંગાની 9 અર્ચક અને 21 દેવ કન્યાઓ દ્વારા આરતી : દશાશ્વમેધ ઘાટ પર 11 હજાર દીવાઓ પ્રગટાવાયા : કેટલાક ઘાટો પર લેસર લાઈટ શોનું પણ આયોજન

8. ‘ભારતમાં રોકાણકારો માટે પ્રચંડ તકો :કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયાએ દુબઇમાં એક્સ્પો 2020 ખાતે ઇન્ડિયા પેવેલિયનની મુલાકાત લીધી

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ મોટું સુવિધાકાર પરિબળ : મેક ઇન ઇન્ડિયાને વધુ મજબૂત બનાવવા માટે ઇન્ડિયા પેવેલિયનમાંથી વૈશ્વિક રોકાણકારોને આમંત્રણ આપ્યું

9. કાશ્મીરમાં ઠંડીનો પારો શૂન્યની નીચે ગગડ્યોઃ માઇનસ ત્રણ ડિગ્રી સાથે શ્રીનગર ઠંડુગાર

પહલગામમાં આજે લઘુતમ તાપમાન માઇનસ ૫.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ

Read About Weather here

10. યુકેમાં દર અઢી દિવસે ડબલ થતાં ઓમિક્રોન કેસ : જાન્યુઆરીમાં આવશે ભયંકર લહેર !

એપ્રિલના અંત સુધીમાં મોતનો આંકડો ૭૫,૦૦૦ સુધી પહોંચી શકવાની આગાહી : જો જરૂરી નિયંત્રણો લાદવામાં નહી આવે તો આગામી જાન્યુઆરીમાં બ્રિટનને ઓમિક્રોનની ભયંકર લહેરનો સામનો કરવો પડશે : ચેતવણી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here