હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર જનતાએ રિવાજ જાળવીને નિયમ બદલ્યો છે. એટલે કે, દરેક ચૂંટણીની જેમ આ વખતે પણ સરકાર બદલાઈ છે. રાજ્યમાં 68 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. તાજેતરના આંકડામાં કોંગ્રેસે બહુમતી માટે જરૂરી 35 બેઠકો પાર કરી લીધી છે. કોંગ્રેસે 40 બેઠકો જીતી છે.
Visit Saurashtra Kranti Homepage here
જ્યારે ભાજપ 25 પર સમેટાઈ ગયું છે. 2017ના મુકાબલાની સરખામણીએ તેને 19 સીટોનુ નુકશાન થયું છે. 3 સીટો પર અપક્ષે જીત મેળવી છે. MCDમાં જીત મેળવનાર AAP અહીં ખાતું પણ ખોલાવી શકી નથી. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પરિણામ બાદ રાજીનામુ આપી દીધું છે. અહીં સીએમની પસંદગી માટે કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહ રેસમાં આગળ છે.
હિમાચલમાં દરેક ચૂંટણીમાં 45 થી 75% મંત્રીઓ હારવાનો રેકોર્ડ છે. આ વખતે પણ જયરામ ઠાકુર કેબિનેટના 10માંથી 8 મંત્રીઓ ચૂંટણી હારી ગયા છે. ચૂંટણી હારેલા મંત્રીઓમાં સુરેશ ભારદ્વાજ, રામલાલ મારકંડા, વીરેન્દ્ર કંવર, ગોવિંદ સિંહ ઠાકુર, રાકેશ પઠાનિયા, ડૉ.રાજીવ સૈઝલ, સરવીન ચૌધરી, રાજેન્દ્ર ગર્ગનો સમાવેશ થાય છે. જયરામ ઠાકુર સિવાય માત્ર બિક્રમ ઠાકુર અને સુખરામ ચૌધરી જ ચૂંટણી જીતી શક્યા છે.
Read About Weather here
હિમાચલ પ્રદેશમાં સરાજથી CM જયરામ ઠાકુરે કોંગ્રેસના ચેતરામ ઠાકુરને હરાવીને જીત મેળવી છે. બીજી તરફ મંડી જિલ્લાની સુંદરનગર સીટ પર ભાજપના રાકેશ જામવાલે કોંગ્રેસના સોહન લાલ ઠાકુરને 8,125 મતોથી હરાવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here