સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના 5 નિવૃત અધ્યાપકોનું 20મીએ સન્માન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના 5 નિવૃત અધ્યાપકોનું 20મીએ સન્માન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના 5 નિવૃત અધ્યાપકોનું 20મીએ સન્માન

શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ મંડળી દ્વારા આયોજન

મંગળવારે 30મી વાર્ષિક સાધારણ સભામાં કુલપતિ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી દ્વારા તાજેતરમાં નિવૃત થયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો. કમલેશભાઈ જોષીપુરા, ભૌતિક શાસ્ત્ર ભવનના પૂર્વ અધ્યક્ષ પ્રો. મિહિરભાઈ જોષી, ઇલેક્ટ્રોનિક્સ ભવનના પૂર્વ અધ્યક્ષ પ્રો.એચ. એન. પંડ્યા, બાયોસાયન્સ ભવનના પ્રો. બી.આર.એમ.વ્યાસ તથા ડો.વર્ષાબેન ત્રિવેદીનો ગરિમાપૂર્ણ અભિવાદન સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગિરિશભાઈ ભીમાણીના અધ્યક્ષસ્થાને તા.20 ને મંગળવારના રોજ સાંજે 5 કલાકે અંગ્રેજી ભવનના વ્યાસ સેમીનાર હોલમાં યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

 આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે સહકાર ક્ષેત્રના વરિષ્ઠ અગ્રણી અને આર.ડી.સી. બેન્ક રાજકોટના સિનિયર ડિરેકટર અરવિંદભાઈ ત્રાડા ઉપસ્થિત રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની ચોત્રીસમી વાર્ષિક સાધારણ સભા, સાથોસાથ વય મર્યાદાને કારણે નિવૃત થનાર અધ્યાપકોના અભિવાદન

Read About Weather here

સમારોહને સફળ બનાવવા માટે અધ્યાપકોની સહકારી મંડળીના પ્રમુખ પ્રો.જયદીપસિંહ ડોડીયા, ઉપપ્રમુખ ડો.જે.એ. ભાલોડીયા, મંત્રી પ્રો. વી.જે. કનેરીયા, સહમંત્રી ડો.યોગેશ જોગસણ, ખજાનચી ડો.રંજનબેન ખૂંટ, કારોબારી સભ્યો -પ્રો.સંજય ભાયાણી, પ્રો.આર. બી. ઝાલા,  પ્રો.અતુલભાઈ ગોસાઈ, પ્રો.નિકેશ શાહ, ડો. રેખાબા જાડેજા, ડો. મનીષ શાહ, ડો.અશ્ર્વિનભાઈ સોલંકી અને ડો.ભરતભાઈ ખેર જહેમત ઉઠાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here