નવા રાષ્ટ્ર પ્રમુખ તરીકે મુલ્લા અબ્દુલ ગની બારાદરનું નામ નિશ્ચિત
તાલીબાન ચળવળનાં સ્થાપક પૈકીના એક મુલ્લાએ કહ્યું આટલી આસાનીથી જીત મળવાની આશા ન હતી
પ્રમુખ અશરફ ગની સહપરીવાર તાજીકિસ્તાન નાસી ગયા, રક્તપાત ટાળવા માટે મેં દેશ છોડી દીધો છે.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પણ તાલીબાનીઓનાં હાથમાં આવી જતા હવે સમગ્ર અફઘાનિસ્તાન પર તાલીબાન દળોનો કબ્જો થઇ ગયો છે. હજારો લોકો કાબુલથી ભાગી રહ્યા છે. ખૂદ રાષ્ટ્ર પ્રમુખ અશરફ ગની પરીવાર સહિત દેશ છોડી ગયા અને પાડોશી તાજીકિસ્તાન દેશમાં શરણું લીધું છે. પ્રમુખ અશરફ ગનીએ જાહેર કર્યું હતું કે લોહીની નદીઓ વહેતી અટકાવવા માટે મેં દેશ છોડી દીધો છે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
ગઈકાલે આખરી ગઢ કાબુલ પર તાલીબાનોએ કબ્જે કરી દીધો હતો અને પાટનગરમાં એરપોર્ટ પર કબ્જો જમાવી બંદૂક ધારી તાલીબાનો ગોઠવાઈ ગયા હતા. તાલીબાનોએ આ રીતે હવે સમગ્ર અફઘાનિસ્તાન પર કબ્જો કરી નવા રાષ્ટ્ર પ્રમુખ અને સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અફઘાનિસ્તાનની હવે પછીની પરિસ્થિતિની ચર્ચા કરવા માટે યુનોની સલામતી સમિતિની તાકીદની બેઠક યોજાઈ રહી છે. અમેરિકી દળો ક્યાંય નજરે ચડતા નથી. એમના ફસાયેલા દળોને અને દુતાવાસનાં સ્ટાફને સલામત બહાર કાઢી લઇ અમેરિકાનાં દળો દેશ છોડી ગયા છે.
Read About Weather here
દરમિયાન તાલીબાની ચળવળ પૈકીના એક તેમજ તાલીબાનોનાં સૌથી મોટા નેતા મુલ્લા ઉમરનાં વિશ્વાસુ ગણાતા મુલ્લા અબ્દુલ ગની બારાદરને દેશના નવા પ્રમુખ બનાવવામાં આવે એવી શકયતા છે. ૭૦ નાં દાયકામાં સોવિયતનાં દળોએ આક્રમણ કર્યા બાદ મુલ્લા ગની બંડખોર બની ગયા હતા. કંદહારમાં ઉછરેલા બારાદરે કાબુલ પર કબ્જા બાદ જણાવ્યું હતું કે, આટલી આશાનીથી વિજય મળશે એવી આશા ન હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here