વડાપ્રધાન મોદીનું ઢાકામાં ભવ્ય સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર

46
MODI-મોદી
MODI-મોદી

Subscribe Saurashtra Kranti here

વડાપ્રધાન મોદી અને શેખ હસીના વચ્ચેની બેઠક

ગાંધી રાષ્ટ્ર અને બંગ બંધુ દેશનું અનોખુ મિલન

બાંગ્લા વડાપ્રધાન શેખ હસીનાએ એરપોર્ટ પર આવકાર્યા મોદીને, બે દિવસની બાંગ્લાદેશ યાત્રા શરૂ, શેખ મુજિબની જન્મજયંતી, બાંગ્લાદેશની 50મી આઝાદી વર્ષ ગાંઠ સહિતના કાર્યક્રમોમાં હાજરી
પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. બરાબર એ અરસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની બે દિવસની સુચક અને મહત્વ પૂર્ણ યાત્રા માટે આજે ઢાકા પહોંચી ગયા હતા. ઢાકા એરપોર્ટ પર બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના વાજેદે વડાપ્રધાનનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. વડાપ્રધાન મોદીને રેડ કાર્પેટ વેલકમ સાથે ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.

Read About Weather here

બાંગ્લાદેશની વડાપ્રધાનની આ યાત્રા દરમ્યાન અનેક મહત્વના કાર્યક્રમો યોજાનાર છે. રાષ્ટ્રીય સ્તરના તમામ કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપનાર છે. સૈખમુઝીબુર રહેમાનની જન્મ સતાબદી ઉજવણી કાર્યક્રમ, બાંગ્લાદેશની આઝાદીની 50મી વર્ષ ગાઠની ઉજવણી, ઢાકાના પરેડ ગ્રાઉન્ડ પર ખાસ સંબોધન, બંગ બંધુ-ગાંધીબાપુ પ્રદર્શનનું ઉદ્ધાટન જેવા ભરચક કાર્યક્રમો યોજાયા છે. સૌથી મહત્વના કાર્યક્રમમાં વડાપ્રધાન અને શેખ હસીના વચ્ચેની બેઠક છે. આ બેઠક દરમ્યાન બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ અને ઉષ્માભર્યા બનાવવા અંગે બન્ને મહાનુભાવો વચ્ચે વિચારોની આપ-લે થશે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here