વંદે ભારત ટ્રેનનો ફરી એક વખત અકસ્માત થયો

વંદે ભારત ટ્રેનનો ફરી એક વખત અકસ્માત થયો
વંદે ભારત ટ્રેનનો ફરી એક વખત અકસ્માત થયો
વંદે ભારત ટ્રેનનો ફરી એક વખત અકસ્માત થયો છે. ઓક્ટોબર મહિનામાં ત્રણ વખત, નવેમ્બર મહિનામાં એક વખત અકસ્માત થયા બાદ ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ અકસ્માત થયો હતો. આજે વલસાડના ઉમદવાડા રેલવે સ્ટેશનમાં બળદને ટ્રેને અડફેટે લીધો હતો. અમદાવાદમાં ભેંસ સાથે, આણંદમાં ગાય સાથે તેમજ એક મહિલાને અડફેટે લીધી હતી. આ ઉપરાંત વલસાડમાં બળદ સાથે અથડાઈ હતી. ત્યારે આજે પણ વલસાડમાં બળદ સાથે જ અથડાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદથી મુંબઇ તરફ જતી વંદે ભારત ટ્રેનનો ફરી એક વખત અકસ્માત થયો છે. વલસાડના ઉદવાડા રેલવે સ્ટેશન બળદ સાથે ટ્રેનની ટ્રક્કર થતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બળદનું મોત થયું હતું. તેમજ ટ્રેનમાં પણ નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત થતા સંજાણ રેલવે સ્ટેશન નજીક ટ્રેનને અટકાવવી પડી હતી. રેલવે કર્મચારીઓએ તાત્કાલિક સંજાણ રેલવે સ્ટેશન પહોંચી ટ્રેનના કેટલ રન ઓવરને રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ ટ્રેનને મુંબઈ તરફ રવાના કરવામાં આવી હતી.

Read About Weather here

ઉદવાડા સ્ટેશનને વંદે ભારત ટ્રેનની અડફેટે બળદ આવી ગયો હતો. વંદે ભારત ટ્રેનના પાયલોટે ગૌ વંશ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમ છતાં બળદ અડફેટે આવી ગયો હતો. અકસ્માત બાદ વંદે ભારત ટ્રેન ઉદવાડા રેલવે સ્ટેશનથી પસાર થઈ ગઈ હતી. ટ્રેનના ગાર્ડમાં નુકસાની પહોંચી હતી. ઘટના અંગે સંજાણ રેલવે સ્ટેશનનના સ્ટેશન માસ્તરને જાણ કરી મેન્ટેન્સ સ્ટાફની મદદ માંગી હતી. સંજાણ રેલવે સ્ટેશન ખાતે તાત્કાલિક રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 20 મિનિટ બાદ વંદે ભારત ટ્રેનને ફરી રવાના કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here