લગ્નમાં જઈ ગોર મહારાજને તમાચો મારનારા કલેકટર આખરે સસ્પેન્ડ !

487
લગ્ન
લગ્ન

આ અંગેનો વિડિયો વાયરલ થયો હતો.જેમાં કલેકટર લગ્નમાં હાજર મહેમાનોને તથા દૃુલ્હા દૃુલ્હનને ધમકાવતા નજરે પડયા હતા

કોરોનાના પ્રોટોકોલના ભંગ બદલ લગ્ન સમારોહમાં જઈને લોકોની પિટાઈ કરવાની સાથે સાથે ગોર મહારાજને તમાચો મારનારા કલેકટર શૈલેષ યાદવને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ત્રિપુરાની રાજધાની અગરતલામાં આ ઘટના બની હતી અને તેનો વિડિયો વાયરલ થયો હતો.જેના પગલે રાજ્ય સરકાર પર કલેકટર સામે કાર્યવાહી કરવાનુ દબાણ વધી ગયુ હતુ.હવે કલેકટરને સસ્પેન્ડ કરી દેવાયા છે.દાદાગીરી કરવાનુ પરિણામ કલેકટર શૈલેષ યાદવને ભોગવવુ પડયુ છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેનો વિડિયો વાયરલ થયો હતો.જેમાં કલેકટર લગ્નમાં હાજર મહેમાનોને તથા દૃુલ્હા દૃુલ્હનને ધમકાવતા નજરે પડયા હતા.તેમણે લગન કરાવવા આવેલા ગોરમહારાજને તમાચો પણ માર્યો હતો.તેમનો જ્યારે કોઈ વાંક પણ નહોતો.

Read About Weather here

પોતે આઈએએસ ઓફિસર હોવાનો રુઆબ છાંટી રહેલા કલેકટરની દાદાગીરી લોકોને પસંદ આવી નહોતી. આ મુદ્દે શૈલેષ યાદવ પર ભારે માછલા ધોવાયા હતા .ભાજપના ધારાસભ્યે તો કલેકટરને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે ધરણા શરુ કર્યા હતા.જેના પગલે આખરે મુખ્યમંત્રીએ શૈલેષ યાદવને સસ્પેન્ડ કરી દીધા છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here