રિઝર્વ બેન્કે વ્યાજદરોમાં 0.35%નો વધારો કર્યો

રિઝર્વ બેન્કે વ્યાજદરોમાં 0.35%નો વધારો કર્યો
રિઝર્વ બેન્કે વ્યાજદરોમાં 0.35%નો વધારો કર્યો
રિઝર્વ બેન્કે આજે ફરી રેપોરેટમાં 35 બેઝીક પોઇન્ટનો વધારો કરી બેન્કો માટેના વ્યાજ દર 6.25ની અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટીએ લઇ ગયા છે. છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી રિઝર્વ બેન્કની મોનીટરી કમિટીની બેઠકમાં લાંબી ચર્ચા બાદ વ્યાજ દરમાં વધારો કરવા નિર્ણય લેવાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે હજુ આગામી એક વર્ષ ફુગાવાની સમસ્યા રહેશે તેવું જણાવીને 12 માસ પછી ફુગાવો 4%ના દરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. જ્યારે ઓક્ટોબર-ડીસેમ્બરનો છૂટક ફુગાવાનો દર પણ ઉંચો રહેશે અને તે 6.5માંથી 6.6% થશે તેવી રિઝર્વ બેન્કે અંદાજ મુક્યો છે. જ્યારે આરબીઆઈએ નાણાકીય વર્ષ 2023 માટેનું જીડીપી ઘટાડીને 6.8% કર્યો છે.

Read About Weather here

આમ સતત છઠી વખત રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં વધારો કરતા આગામી દિવસોમાં ફરી એક વખત બેન્કોના વ્યાજ દર વધશે અને વિકાસને પણ બ્રેક લાગે તેવા સંકેત છે. ખાસ કરીને હોમલોન સહિતની ફલોટીંગ રેટ પર લોન લેનાર માટે ફરી એક વખત વધુ મુશ્કેલ દિવસો આવી રહ્યા છે અને આરબીઆઈએ અત્યાર સુધીમાં 2.25% વ્યાજ વધારો ચાલુ નાણાકીય વર્ષમાં કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here