રાજસ્થાનના પાલીમાં આજરોજ વહેલી સવારે બાંદ્રા ટર્મિનસ જોધપુર સૂર્યનગરીના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોવાની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત 3.27 કલાકે થયો હતો. ઉત્તર પશ્ચિમ રેલવેના CPROએ જણાવ્યું કે જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમાદ્રા સેક્શન પર બોગી પાટા પરથી ઉતરી ગઈ. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી.
Visit Saurashtra Kranti Homepage here
આ સાથે રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. નોર્થ વેસ્ટર્ન રેલ્વેના સીપીઆરઓએ કહ્યું કે મુસાફરો અને તેમના સંબંધીઓ કોઈપણ માહિતી માટે 138 અને 1072 પર પણ સંપર્ક કરી શકે છે.એક મુસાફરે જણાવ્યું કે મારવાડ જંક્શનથી ટ્રેન ઉપડ્યાના પાંચ મિનિટ બાદ ટ્રેનની અંદર વાઇબ્રેશનનો અવાજ આવ્યો અને લગભગ 2-3 મિનિટ પછી ટ્રેન ઊભી રહી. અમે નીચે ઉતર્યા તો જોયું કે સ્લીપર કોચની બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. ઘટનાની 15-20 મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here