મનપામાં ભરતી મેળો…: ૧૬ એન્‍જીનીયરોની ભરતીનું એલાન

મનપામાં ભરતી મેળો...: ૧૬ એન્‍જીનીયરોની ભરતીનું એલાન
મનપામાં ભરતી મેળો...: ૧૬ એન્‍જીનીયરોની ભરતીનું એલાન

એન્‍જીનિયરીંગ કરેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી છે. કેમકે મ્‍યુનિસિપલ કોર્પોરેશને વિવિધ પોસ્‍ટની કુલ ૧૬ જગ્‍યાઓ ભરવા તા. ૨૫ જૂન સુધી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે.રાજકોટ મનપામાં નાયબ કાર્યાલય (સિવિલ)ની ૨, આસી. એન્‍જીનિયર (સિવિલ)ની ૯, આસી. એન્‍જીનિયર (મીકેનીકલ)ની ૧ તથા એડી. આસીસ્‍ટન્‍ટ (સિવિલ)ની ૪ સહિત કુલ ૧૬ જગ્‍યાઓ ભરાશે.

આ ભરતી માટે અરજી કરવા ઇચ્‍છતા ઉમેદવારો શૈક્ષણિક લાયકાત ધરાવતાએ મનપાની વેબસાઇટ www.rmc.in પર રીકર્યુમેન્‍ટમાં વધુ માહિતી મેળવી અરજી કરી શકશે.મનપા નાયબ આરોગ્‍યની ૩ જગ્‍યા માટે ઇન્‍ટરવ્‍યુઃ ર૪ ઉમેદવારો હાજર,કુલ પ૮ અરજી આવી હતીઃ ફાયર ઓપરેટરોના ઓર્ડર અપાયા

મનપામાં ભરતી મેળો…: ૧૬ એન્‍જીનીયરોની ભરતીનું એલાન મનપા

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારીની ત્રણ જગ્યા ભરવા આજે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતાં. જેમાં પ૮ ઉમેદવારો પૈકી ર૪ આવ્યા હતાં. આ ઇન્ટરવ્યુ, કમિશનર, ડીઍમસી, આરોગ્ય અધિકારી અોડીટરે લીધા હતાં. આઠ ફાયર ઓપરેટરની ડોકયુમેન્ટ તપાસની પૂર્ણ થતા ઓર્ડર આપ્યા તેમજ આ ઇન્ટરવ્યુ બાદ મેરીટ લીસ્ટ આધારીત પસંદગી કરવામાં આવશે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here