મધ્યપ્રદેશમાં બસ અકસ્માતમાં 14નાં મોત!!

મધ્યપ્રદેશમાં બસ અકસ્માતમાં 14નાં મોત!!
મધ્યપ્રદેશમાં બસ અકસ્માતમાં 14નાં મોત!!
મધ્યપ્રદેશના રીવા પાસે નેશનલ હાઈવે-30 પર એક ભયાનક બસ અકસ્માત થયો હતો. સોહાગી ટેકરી પરથી ઊતરતી વખતે બસ આગળ જઈ રહેલા ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં 15 મુસાફરનાં મોત થયાં હતાં, જ્યારે 35 મુસાફર ઘાયલ થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

સોહાગી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા લોકોને એમ્બ્યુલન્સ દ્વારા ત્યોન્થર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે પર્વત ઘાટીમાં આ અકસ્માત થયો હતો. બસ હૈદરાબાદથી રીવા થઈને ગોરખપુર જઈ રહી હતી. પહાડ પરથી ઊતરતી વખતે બસ અકસ્માતનો શિકાર બની હતી. બસની કેબિનમાં 3-4 લોકો પણ ફસાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે આ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here