ભાવનગર રોડ પરની સત્સંગ પાન શોપ સીલ:જાહેરમાં કચરો ફેકતા ૪૧ લોકો દંડાયા

ભાવનગર રોડ પરની સત્સંગ પાન શોપ સીલ:જાહેરમાં કચરો ફેકતા ૪૧ લોકો દંડાયા
ભાવનગર રોડ પરની સત્સંગ પાન શોપ સીલ:જાહેરમાં કચરો ફેકતા ૪૧ લોકો દંડાયા
રાજકોટ શહેરમાં ભાવનગર રોડ પર આવેલ સત્સંગ પાન શોપ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ના હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય,આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ.

Read National News : Click Here

આ ઉપરાંત આ હોટલના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ.તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા સ્થળ તપાસ કરતાં હોટલની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી સત્સંગ પાન શોપના સંચાલકોને નોટીસ આપીને હોટલને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ.આ અંગે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે ત્યારે આ અભિયાનમાં લોકો પણ નાગરિકો ફરજ બજાવે તે અપેક્ષિત છે. જાહેરમાં ગંદકી કરતા લોકો સામે આ અગાઉ અનેક વખત પગલાં લેવાયા છે, આમ છતાં ક્યાંક કેટલાક લોકો હજુ પણ ભૂલ કરતા રહે છે. લોકોમાં સ્વયં જાગૃતિ આવે તે ઈચ્છનિય છે, પરંતુ જયારે આવું સંભવ ન બને ત્યારે વહીવટી તંત્ર કડક પગલાં લેવા મજબુર બને છે. જાહેરમાં સ્વચ્છતાને નજર અંદાજ કરી ગંદકી કરનારા લોકો અને વ્યવસાયી સંકુલો સામે વહીવાટી ચાર્જ / સીલીંગ સહિતના પગલાં લેવામાં આવશે. જાહેરમાં ગંદકી કરતા આસામીઓ સામે ધી જી. પી. એમ. સી. એકટ – ૧૯૪૯ની કલમ – ૩૭૬ એ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યવાહી ધી જી. પી. એમ. સી. એકટ – ૧૯૪૯ની કલમ – ૩૭૬ એ અન્વયે મ્યુનિ. કમિશનર આનંદ પટેલ તથા નાયબ કમિશનર ધામેલીયાના માર્ગદર્શન હેઠળ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.હાલ સરકારશ્રીની સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત શહેરને તેમજ શહેરની બહારના વિસ્તારો, શહેરને જોડતા હાઇ-વે વિગેરેને સ્વચ્છ કરવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલ હોય, જાહેરમાં ગંદકી ફેલાવતાં આસામીઓ તેમજ ધંધાર્થીઓને નોટીસ આપી વહીવટી ચાર્જ વસુલવા તેમજ તેમાં સુધારો ન જણાતા આવા આસામીઓ/ધંધાર્થીઓ સામે તેની દુકાન / ધંધાનું એકમ સીલ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

જાહેરમાં ગંદકી ફેલાવતા૪૧ લોકો દંડાયા સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૃપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫ થી તા.૧૬ ડીસેમ્બર દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૦૨ ડીસેમ્બર ના રોજ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનના ૧૦૯ ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કામગીરી કરી ૨૬.૭ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

ઉપરોકત કામગીરી મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલની સુચના અને નાયબ કમિશનરશ્રીના માર્ગદર્શન અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેરશ્રી એન.આર.પરમાર તથા નાયબ પર્યાવરણ ઇજનેર પી.સી.સોલંકી,ઙ્ગ વી.એમ.જીંજાળા અને ડી.યુ.તુવરની આગેવાની હેઠળ એસ.આઇ. તથા એસ.એસ.આઇ. દ્વારા પ્રતિંબંધીત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here