ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગી હવે આ દુનિયામાં નથી. હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના 106 વર્ષના રહેવાસી શ્યામ સરન નેગીએ શનિવારે દુનિયાને અલવિદા કહી દીધું. શુક્રવારે બપોરે લગભગ 2 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આઝાદી બાદ ભારતમાં 1951-52 માં જ્યારે પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે શ્યામ સરન નેગીએ તેમાં સૌ પ્રથમ મતદાન કર્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
જિલ્લા ચૂંટણી અધિકારી આબિદ હુસૈને જણાવ્યું હતું કે 2022 હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે નેગીએ મતદાન મથક પર જઈને મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેમના ઘરે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરાવવામાં આવ્યું હતું. આ રીતે તેઓ દુનિયાને અલવીદા કરતા પહેલા પણ પોતાની ફરજ નિભાવી ગયા. જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું કે નેગીના અંતિમ સંસ્કાર પોલીસ બેન્ડ સાથે અને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.સાથે જ જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટીતંત્રની આખી ટીમ તેમના ઘરે જઈને શ્રદ્ધાંજલિ આપશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here