ઇન્ડિયન એરફોર્સે બંગાળની ખાડીમાં બ્રહ્મોસ એર લોન્ચ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. જે 400 કિમી દૂર સુધીના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. એરફોર્સે પોતાના ઓફિશિયલ નિવેદનમાં કહ્યું- આ મિસાઈલનું પરીક્ષણ સુખોઈ Su-30 ફાઈટર એરક્રાફ્ટથી કરવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
સંરક્ષણ વિભાગે કહ્યું કે પરીક્ષણ દરમિયાન મિસાઈલ ટાર્ગેટ જહાજ સાથે અથડાઈ હતી. તે મિસાઈલના એર-લોન્ચ વર્ઝનનું એન્ટી શિપ વર્ઝન છે. ઇન્ડિયન નેવી તેના યુદ્ધ જહાજથી 400 કિમી દૂર દુશ્મન જહાજોને નષ્ટ કરી શકશે. યુદ્ધ જહાજમાંથી સુખોઈ આ મિસાઈલ વડે ઉડશે અને દુશ્મનના જહાજને સરળતાથી નિશાન બનાવશે.
Read About Weather here
આ મિસાઈલના પરીક્ષણથી એરફોર્સે જમીન અને દરિયાઈ લક્ષ્યોને લાંબા અંતરથી નિશાન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. જો ક્યારેય યુદ્ધની સ્થિતિ સર્જાય છે તો સુખોઈ અને આ મિસાઈલ ભારતીય વાયુસેનાની વ્યૂહાત્મક યોજનાને મજબૂત બનાવશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું- આ પરીક્ષણ એરફોર્સ, નેવી, DRDO, BAPL અને HALની સંયુક્ત સિદ્ધિ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here