બે દિવસ પછી નવા સપ્તાહમાં ત્રણ IPO ઇસ્યુ થસે

બે દિવસ પછી નવા સપ્તાહમાં ત્રણ IPO ઇસ્યુ થસે
બે દિવસ પછી નવા સપ્તાહમાં ત્રણ IPO ઇસ્યુ થસે

નાયકા, પૉલિસીબજાર અને પેટીએમના IPO ભરવા રોકાણ કારોમાં તાલાવેલી, ઇશ્યૂ માટે અઢળક અરજીઓ થસે

ચાલુ સપ્તાહમાં રોકાણકારોએ ક્લીનસાયન્સ તથા જી.આર.ઇન્ફ્રા પ્રોજેકટના IPOમાં અરજીઓ કરી છે. તો આગામી સપ્તાહમાં લાઇફ સ્ટાઇલ રિટેલર કંપની નાયકા, ઇન્શ્યોરેન્સ એગ્રી ગેટર કંપની પૉલિસીબજાર અને પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમ જુલાઈના અંત સુધીમાં આઇપીઓ માટે ડ્રાફ્ટ પ્રૉસ્પેક્ટ સેબીને જમા કરવાની છે. થોડા દિવસો પહેલા જ ઝોમાટોએ કહ્યું હતું કે તે 14 જુલાઈએ IPO લાવવાની છે.

Subscribe Saurashtra Kranti here

નામ જાહેર ન કરવાની શર્ત પર એક કંપનીએ કહ્યું છે કે નાયકા 17 જુલાઇએ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) જમા કરશે. જ્યારે પૉલિસીબજાર 20 જુલાઇએ અરજી રજૂ કરશે.

આ દરમ્યાન સૂત્રોએ જણાવ્યું હતું કે પેટીએમની પેરેન્ટ કંપની one97 કોમ્યુનિકેશન્સ 12 જુલાઈએ આ ઇશ્યૂ માટે અરજીઓ જમા કરશે. રૉઇટર્સના એક રિપોર્ટ મુજબ, પેટીએમ 23 અરબ ડૉલરનો IPO લાવવાની છે.

Read About Weather here

નાયકાના ફાઉન્ડર ફાલ્ગુની નાયર ઇશ્યૂ દ્વારા 50-70 કરોડ ડૉલર એકત્ર કરવા માગે છે. નાયર પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે. જ્યારે અત્યાર સુધીની પ્રાપ્ત જાણકારી અનુસાર, પૉલિસીબજાર 4000 કરોડનો ઇશ્યૂ લાવી શકે છે. તદનુસાર, કંપનીનો 15 ટકા હિસ્સો વેચવામાં આવશે. પૉલિસી માર્કેટનું વેલ્યુએશન 3.5 અરબ ડૉલર રહી શકે છે.

ફૂડ ડિલિવરી પ્લેટફૉર્મ 14 જુલાઈ ઇશ્યૂ રજૂ કરવા જઈ રહ્યું છે. તેનો IPO 16 જુલાઈએ બંધ થશે. કંપનીનો ઇશ્યૂ પ્રાઈસ બેન્ડ 72-76 રૂપિયા છે. આમાં 9000 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ જારી કરવામાં આવશે જ્યારે 375 કરોડ રૂપિયાના શેર ઑફ ફૉર સેલમાં વેચવામાં આવશે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here