બેતુલ-અમરાવતી સ્ટેટ હાઈવે પર બસ-કાર વચ્ચે અકસ્માત, 11નાં મોત

બેતુલ-અમરાવતી સ્ટેટ હાઈવે પર બસ-કાર વચ્ચે અકસ્માત, 11નાં મોત
બેતુલ-અમરાવતી સ્ટેટ હાઈવે પર બસ-કાર વચ્ચે અકસ્માત, 11નાં મોત
મધ્ય પ્રદેશના બેતુલ-અમરાવતી સ્ટેટ હાઈવે પર ગંભીર અકસ્માત થયો છે. ગુરુવારે રાત્રે લગભગ 2 વાગ્યે ખાલી બસ અને તવેરા ગાડી વચ્ચે ટક્કર થઈ હતી. કાર સવાર 11 લોકોના મોત થયા છે. મૃતકોમાં 6 પુરુષ, 3 મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. તમામ મૃતદેહોને ઝલ્લાર પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર પહોંચાડ્વામાં આવ્યા છે, જ્યાં તેમના પોસમોર્ટમ થશે. મળતી માહિતી અનુસાર, બસ બેતુલ તરફ આવી રહી હતી, જ્યારે ગાડી શ્રમિકોને લઈ પરતવાડા તરફ જઈ રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ઝલ્લાર ગામથી લગભગ એક કિલોમીટર દૂર બસ પહોંચી હતી કે બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયંકર હતી કે, ગાડીમાં સવાર 11 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. પોલીસે લોકોની મદદથી 11માંથી 7 મૃતદેહ કાઢવામાં હતા. બાકી ચાર મૃતદેહ ગાડીને કટરથી કાપીને નીકાળ્યા હતા.

Read About Weather here

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો માટે સંવેદના વ્યક્ત કરી. PM મોદીએ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો માટે 2-2 લાખ અને ઈજાગ્રસ્ત લોકો માટે 50 હજાર સહાયની જાહેરાત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here