ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલમાં આર્જેન્ટિના સામે પરાજય બાદ ફ્રાન્સના ચાહકો બેકાબૂ બની ગયા હતા. ફ્રાન્સની રાજધાની પેરિસમાં હજારો ચાહકોએ તોફાનો શરૂ કર્યા હતા. વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. પેરિસ સિવાય આ હિંસા અન્ય ઘણા શહેરોમાં ફેલાઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. પેરિસમાં હજારો પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
પોલીસે જણાવ્યું કે, નાઇસના લિયોનમાં પણ હિંસક ઘટનાઓ બની છે. પેરિસના પ્રખ્યાત ચેમ્પ્સ એલિસીસમાં પણ ચાહકો એકબીજા સાથે બથમબથ આવી ગયા હતા.
ફ્રાન્સની જીત જોવા માટે લાખો ચાહકો ફ્રાન્સના શહેરોમાં જાહેર સ્થળોએ એકઠા થયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. જોકે, આર્જેન્ટિના સામે 4-2થી હાર્યા બાદ લોકો બેકાબૂ બની ગયા હતા. ગુસ્સે ભરાયેલા ચાહકોએ પોલીસ સાથે ઘર્ષણ પણ કર્યું હતું. અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે.
Read About Weather here
ચાહકોને કાબૂમાં લેવા માટે ઘણી જગ્યાએ વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.ફાઇનલમાં હાર બાદ ફ્રાન્સના ખેલાડીઓ ભાવુક થઇ ગયા હતા. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ફ્રાન્સના ખેલાડીઓને મળવા મેદાન પર પહોંચ્યા હતા. અહીં તેણે નિરાશ ખેલાડીઓને સાંત્વના આપી. મેક્રોને ફ્રાન્સના સ્ટ્રાઈકર કૈલિયન એમ્બાપ્પેને સમજાવ્યું. એમ્બાપ્પે ફ્રાન્સ માટે ફાઇનલમાં હેટ્રિક કરી હતી, પરંતુ તેમ છતાં તે ટીમને હારથી બચાવી શક્યો ન હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here