ઉત્તરપ્રદેશમાં એક પુલ તુટી પડવાની ઘટના સામે આવી છે. યુપીમાં સોમવારે છઠ પૂજા દરમિયાન નદી અને તળાવમાં ડૂબવાથી 4 લોકોના મોત થઇ ગયા. આઝમગઢમાં એકબીજા પર પાણી ફેંકવા દરમિયાન ચાર યુવકો નાની સરયૂ નદીના તેજ વહેણમાં ડૂબી ગયા. હાજર લોકોએ ત્રણ લોકોને બચાવી લીધા. જ્યારે એક બાળક સત્યમ યાદવ(15)નું ડૂબી જવાથી મોત થઇ ગયું છે.ચંદોલીમાં કર્મનાશા નદી પર બનેલો પુલ અચાનક તુટી પડ્યો. દુર્ઘટનામાં છઠ પૂજા જોવા આવેલા 12થી વધુ લોકો કેનાલમાં પડ્યા. કેનાલમાં પાણી ઓછું હતું એટલા માટે મોટી દુર્ઘટના ન બની.
Visit Saurashtra Kranti Homepage here
ચંદોલીના ચકિયા કોતવાલીના સરૈયા ગામમાં લોકો છઠ પૂજા જોવા માટે કર્મનાશા કેનાલના કાંઠે જઇ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં આવતા પુલ અચાનક તૂટી પડ્યો. અચાનક બનેલી દુર્ઘટનામાં 12થી વધુ લોકો નહેરમાં પડી ગયા. જોકે, નહેરમાં પાણી ઓછું હોવાને લઇને કોઇને ઇજા નથી થઇ. પરંતુ ઘટનાસ્થળે ભાગદોડ મચી ગઇ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here