ઉત્તર ભારતના રાજ્યોમાં જ્યાં ઠંડી વધી રહી છે, ત્યાં દક્ષિણમાં વરસાદ હજી પણ ચાલુ છે. મોસમ વિભાગ અનુસાર સાઉથ ઇન્ડિયામાં ભારે દબાણને લીધે ચક્રવાતી તોફાન મૈંડૂસની આશંકા છે. આની અસર દક્ષિણના વિસ્તારોમાં દેખાશે. 8થી 11 ડિસેમ્બર સુધી પુડુચેરી, ઉત્તર તમિલનાડુ અને આંધ્રપ્રદેશના તટ પ્રભાવિત થશે.
Visit Saurashtra Kranti Homepage here
આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો 9 ડિસેમ્બરે 70 પ્રતિ કલાકે તેજ હવા સાથે આગલા ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આસંકા છે. બુધવારે પણ બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ અને તેની બાજુમાં દક્ષિણ-પૂર્વ ઉપર ડિપ્રેશન બન્યું. ગુરુવારે ચક્રવાત મૈંડૂસ કરાઇકલથી લગભગ 500 કિમી પૂર્વ-દક્ષિણ અને ચેન્નઇથી 580 કિમી દક્ષિણ-પૂર્વમાં છે.
તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. 10 ડિસેમ્બરે આ વિસ્તારોમાં બપોર સુધી તેજ હવાની ગતિ ઘટીને 50-60 કિમી પ્રતિ કલાક સુધી થઇ જશે. ત્યાર બાદ રાત સુધીમાં એ 40-50ની ગતિ થઇ જશે.
Read About Weather here
રાજ્ય સરકારે માછીમારોને હવે પછીના ચાર દિવસ સુધી શ્રીલંકાના કિનારા અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે. NDRF ટીમ પણ એલર્ટ મોડ પર છે. અમારી ટીમ દરેક સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. જ્યારે પણ મદદ માટે અમને બોલાવવામાં આવશે, અમે તરત જ ઘટના સ્થળે પહોંચી જઇશું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here