ડ્રોનથી સફરજન મોકલવાની સફળ ટ્રાયલ!

ડ્રોનથી સફરજન મોકલવાની સફળ ટ્રાયલ!
ડ્રોનથી સફરજન મોકલવાની સફળ ટ્રાયલ!
હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ડ્રોનથી સફરજન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની ટ્રાયલ સફળ રહીં. આ ટ્રાયલ કિન્નોરના નિચાર ગામમાં કરવામાં આવી. વિગ્રો કંપનીના મેનેજર દિનેશ નેગીએ બતાવ્યું કે ટ્રાયલ દરમિયાન 20 કિલો સફરજનની પેટી ‘કંડા’ (દોગરી)ના નિચાર ગામ સુધી સફળતાપૂર્વક પહોંચાડવામાં આવી.

Visit Saurashtra Kranti Homepage here

ટ્રાયલ દરમિયાન ડ્રોનને જમીનથી 800 મીટર ઊંચાઇ પર ઉડાવવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે કંડાથી નિચાર ગામ સુધી 9 કિલોમીટરનું અંતર કાપતા સામાન્ય 2 કલાકથી વધુનો સમય લાગે છે. ડ્રોનથી આ અંતરે 20 કિલો સફરજનની પેટી પહોંચાડવામાં 7 મિનિટનો સમય લાગે છે.

Read About Weather here

ડ્રોનથી સફરજન મોકલવાની ટ્રાયલ સફળ રહેવી બગીચા માલિકો માટે સારી ખબર છે. પ્રદેશના કિન્નોર, ચંબા, સિમલા, મંડી, કુલ્લુ અને લાહોલ સ્પીતિમાં કેટલાંય દુર્ગમ વિસ્તારો એવાં છે જ્યાંથી સફરજનને માર્કેટ સુધી પહોંચાડવાં કોઇ ચેલેન્જથી ઓછું કામ નથી. એવામાં ડ્રોનમાં બગીચા માલિકોને આશાનું કિરણ દેખાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here