ટ્રક ડ્રાઇવરે કારને 2 કિમી સુધી ઢસડી…!

ટ્રક ડ્રાઇવરે કારને 2 કિમી સુધી ઢસડી…!
ટ્રક ડ્રાઇવરે કારને 2 કિમી સુધી ઢસડી…!
ગાડીને રસ્તા પર ઊભી રાખીને ટ્રકના ડ્રાઇવરને સમજાવવા ગયો. એ મામલે બંનેમાં વિવાદ થઈ ગયો. પછી ગુસ્સામાં ટ્રક-ડ્રાઇવરે ગાડી સ્ટાર્ટ કરી દોડાવી. કાર, ટ્રકની આગળ ઊભી હતી. તે લગભગ 2 કિમી સુધી કારને ઢસડતો રહ્યો. ઘટના સમયે કારમાં ત્રણ યુવક બેઠા હતા, તેમણે કોઇ રીતે કૂદીને પોતાનો જીવ બચાવ્યો.

Visit Saurashtra Kranti Homepage here

માત્ર આ જ નહીં, પોલીસ અને અન્ય લોકો પણ ટ્રકનો પીછો કરતા રહ્યા. પોલીસ અધિકારીઓ સતત ટ્રકના ડ્રાઇવરને ગાડી રોકવા માટે બૂમો પાડી, પરંતુ તે માન્યો નહીં. છેલ્લે, એક મેટ્રો પિલર સાથે અથડાઈને કન્ટેનર ઊભું રહી ગયું. એ પછી પોલીસે ટ્રક-ડ્રાઇવરને પકડી લીધો અને તેને ખૂબ જ માર માર્યો.કારમાં ફસાયેલાં ત્રણેય લોકો બૂમો પાડતા રહ્યા, પરંતુ ટ્રકના ડ્રાઇવરે ગાડી રોકી નહીં. એ પછી કોઈ રીતે ગાડીમાં બેઠેલા ત્રણેય લોકોએ કૂદીને પોતાના જીવ બચાવ્યા. આ દરમિયાન ત્યાં ભાગદોડ મચી ગઈ. પીઆરવી ટીમ અને અન્ય લોકોએ ટ્રકનો પીછો કર્યો. એને રોકવા માટે કહેતા રહ્યા, પરંતુ તેણે કોઈની વાત સાંભળી નહીં. નોંધનીય છે કે ટ્રક-ડ્રાઇવર નશામાં હતો. લગભગ 5-10 મિનિટ પછી ટ્રક મેટ્રો પિલર સાથે અથડાઈ હતી.

Read About Weather here

મેટ્રો પિલર પછી ટ્રક અટકી ગઈ. એ પછી પાછળ આવી રહેલા લોકોએ ટ્રક-ડ્રાઇવરને નીચે ઉતારીને ખૂબ જ માર માર્યો. ત્યાં પહોંચેલી પોલીસે ડ્રાઇવરને છોડાવ્યો અને તેની ધરપકડ કરી. તેનું નામ અમિત છે. તે અલીપુર મોરના થાના હસ્તિનાપુરનો રહેવાસી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here