ટાટા સ્ટીલના પૂર્વ MD જમશેદ ઇરાનીનું નિધન

ટાટા સ્ટીલના પૂર્વ MD જમશેદ ઇરાનીનું નિધન
ટાટા સ્ટીલના પૂર્વ MD જમશેદ ઇરાનીનું નિધન
ભારતના ‘સ્ટીલ મેન’ કહેવાતા ડો. જમશેદ જે ઇરાનીનું 86 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. પદ્મભૂષણ જમશેદ જે ઇરાનીએ સોમવારે 31 ઓક્ટોબરના રોજ જમશેદપુરની ટાટા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ટાટ સ્ટીલે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને પોતાના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર જમશેદના નિધનની જાણકારી આપી છે. જમશેદ જે ઇરાની 43 વર્ષની પોતાની વિરાસતને પાછળ છોડતા જૂન 2011માં ટાટા સ્ટીલના બોર્ડમાંથી રિટાયર થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે પોતાની કંપનીને ઘણાં ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવી હતી. ટાટા સ્ટીલે કહ્યું, ‘તેમને એક દૂરદર્શી લીડરના રૂપે હંમેશાં યાદ કરવામાં આવશે.’ ‘જમશેદ ઇરાનીએ 1990ના દશકની શરૂઆતમાં ઇન્ડિયાના ઇકોનોમિક લિબ્રેલાઇઝેશન દરમિયાન ટાટા સ્ટીલનું નેતૃત્વ કર્યું હતું. તેમણે ભારતમાં સ્ટીલ ઇન્ડસ્ટ્રીના ગ્રોથ અને ડેવલોપમેન્ટમાં પોતાનું મહત્તમ યોગદાન આપ્યું છે.’

Read About Weather here

ઇન્ડસ્ટ્રીમાં ડો. ઇરાનીના યોગદાન માટે તેમને 2007માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને મેટલર્જીના ક્ષેત્રમાં તેમની સેવાઓ માટે 2008માં ભારત સરકાર દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઇરાની પરિવારમાં તેમની પત્ની ડેઇઝી ઇરાની અને તેમનાં ત્રણ બાળકો જુબિન, નીલોફર અને તનાજ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here