જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ (CJI) બન્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડનો કાર્યકાળ 10 નવેમ્બર 2024 સુધી રહેશે. 8 ઓક્ટોબરના રોજ ભૂતપૂર્વ CJI યુયુ લલિતે કાયદા પ્રધાન કિરેન રિજિજુને તેમના નામની ભલામણ કરી હતી. યુયુ લલિતે SCના ન્યાયાધીશોની હાજરીમાં જસ્ટિસ ચંદ્રચુડને વ્યક્તિગત રીતે તેમના પત્રની એક નકલ સુપરત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનો જન્મ 11 નવેમ્બર 1959ના રોજ થયો હતો. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું હતુ. 1998માં બોમ્બે હાઈકોર્ટમાં સીનિયર વકીલ તરીકે નિમણૂંક થયા હતા. તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ રહ્યા હતા. મે 2016માં તેમને સુપ્રીમ કોર્ટ જજ બનાવવામાં આવ્યા હતા. તેઓ સુપ્રીમ કોર્ટના વર્તમાન સીટીંગ જજ છે. તેઓ સબરીમાલા, સમલૈંગિકતા, આધાર અને અયોધ્યા સંબંધિત કેસોની સુનાવણીમાં સામેલ રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here