ચૂંટણી પ્રચારમાં બાહોશ ભાજપ પશ્ચિમ બંગાળમાં ખત્તા કેમ ખાઈ ગયું ?

135
રવિવારે રાજકોટ
રવિવારે રાજકોટ

ચૂંટણીના વિવિધ કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યા વગર બચાવ

Subscribe Saurashtra Kranti here

તંત્રી સ્થાનેથી…

દૃેશના પાંચ રાજ્યોની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે

દૃેશભરમાં કોરોનાએ રફતાર પકડી છે. છેલ્લા 24 કલાકમાં 47 હજારથી વધુ કેસો સામે આવ્યા છે. ત્યારે કોરોનાથી બચાવવા માટે દૃેશભરમાં સરકાર દ્વારા રસીકરણ અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહૃાું છે. દૃેશના કેટલાક રાજ્યોમાં રાજ્યોની કે સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીના પરિણામો આવ્યા બાદૃ ટોરોન્ટો બીજો રાઉન્ડ શરૂ થયો છે. જે માટે આમ પ્રજાની બેદૃરકારી હોવાના કારણે ફેલાયો હોવાનું કહીને રાજનેતાઓ પોતાની કે રાજકીય પક્ષોની અને તેમના ચૂંટણીના વિવિધ કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યા વગર બચાવ કરે છે.

દૃેશમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો કે પારંપારિક ઉજવાતા તહેવારો પર પ્રતિબંધ મૂકી દૃેવામાં આવ્યો છે, તે સાથે લગ્ન પ્રસંગ,મૃત્યુ ક્રિયાઓ અનુસંધાને સંખ્યાની મર્યાદૃા નક્કી કરી દૃેવામાં આવી છે. ત્યારે સોશિયલ મીડિયા પર લોકોએ સવાલ ઉઠાવ્યા છે તેમ જ પ્રજા વચ્ચે સવાલી ચર્ચાઓ છે કે,‘કોરોના કેટલો સમજુ છે કે સરકાર ઇચ્છે ત્યારે એક્ટીવ થાય છે?! ચૂંટણી પ્રચાર કરો, મતદૃારોને ટોળામાં મળવા જાવ,સભાઓ ભરો,રેલીઓ કાઢો ત્યારે કોરોના ન ફેલાય અને શિવરાત્રી, ધુળેટી જેવા પ્રસંગોની ઉજવણી કરો, ધાર્મિક સ્થળો પર રંગોત્સવ મનાવો તો કોરોના થઈ શકે છે.’ સરકારની આવી બેવડી નિતી-રીતી સામે લોકો રોષ વ્યક્ત કરી રહૃાા છે.

દૃેશમાં કોરોના કેસોમાં રોજબરોજ વધારો થઈ રહૃાો છે અને આમ પ્રજાને મોઢે માસ્ક ધારણ કરવા તથા કોરોના નિયમો પાળવા આદૃેશો અપાયા છે. ત્યારે બીજી તરફ દૃેશના પાંચ રાજ્યોની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.જેમાં સભાઓ,રેલીઓ સહિતના કાર્યક્રમોનો દૃોર જામ્યો છે. ત્યાં મોટાભાગના રાજનેતાઓ,નેતાઓ કે કાર્યકરો માસ્ક ધારણ કરતા નથી અને કોરોનાની ઐસી તૈસી કરે છે.તો શું આ રાજ્યોમાં કોરોના નહીં ફેલાય અને ચૂંટણી પરિણામો પછી કોરોના ફેલાય તો કોને જવાબદૃાર ગણવામાં આવશે? દૃેશમાં ભાજપને સત્તાનો મોહ એવો લાગ્યો છે કે દિૃલ્હી રાજ્યની કેજરીવાલ સરકાર રાજ્યપાલને પૂછીને જ પાણી પી શકે ! ટૂંકમાં લોકશાહી રીતે ચૂંટાયેલી રાજ્ય સરકારની સત્તાઓનું ફીંડલું વાળી દૃેવામાં આવ્યું છે.

Read About Weather here

પશ્ર્ચિમ બંગાળ સર કરવાની ઉતાવળ અને ઉત્સાહમાં ભાજપ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અખબારોમાં મહિલા સાથે વડાપ્રધાનના હાસ્યસભર ફોટા સાથે આત્મનિર્ભર ભારત-આત્મનિર્ભર બંગાળના સૂત્ર સાથે જાહેરાત પ્રસિદ્ધ થયેલ જેમાં છપાયેલ છે કે, ‘મુજે મિલા અપના ઘર, સર પર છત મિલનેસે કરીબ 24 લાખ પરિવાર સૂએ આત્મનિર્ભર’ સાથ આઈયે ઔર એક સાથ મિલકર આત્મનિર્ભર ભારતકે સ્વપ્નકો સચ કર.. ’ આ જાહેરાતમાં જે મહિલાનો ફોટો હતો તે લક્ષ્મીદૃેવી નામની ભાડાના મકાનમાં પોતાના પરિવાર સાથે રહેતી અને સફાઈ કામ કરતી મહિલાનો ફોટો હતો.જેને ત્યાંના મિડીયાને મુલાકાત આપી તથા તે મહિલાનો વિડીયો પણ વાયરલ થવા સાથે સમગ્ર દૃેશમાં વાયરલ થયો અને પછી તો મમતાજી કાઈ પણ બાકી રાખે ખરી?

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here