ચીનમાં ઝીરો કોવિડ પોલિસીમાં ઢીલ આપતાની સાથે જ લાખો લોકોના કોરોના સંક્રમિત થવા અને લાખોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. અહેવાલો પ્રમાણે લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવા અને અંતિમવિધિ કરાવવા તેમજ દાખલ થવા માટે લાઈનમાં ઉભું રહેવું પડી રહ્યું છે કેમ કે દર્દીઓને મૃતકોની સંખ્યામાં વધી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
આગલા ત્રણ મહિનામાં ચીનમાં ત્રણ કોરોના લહેર આવે તેવી શક્યતા છે જેમાં 10 લાખથી વધુ લોકોના મોત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે દુનિયાભરમાં અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.ઑક્ટોબર સુધી ચીન કોરોના વિરુદ્ધ પોતાની ઝીરો કોવિડ પોલિસીના દમ પર યુદ્ધસ્તરે ઝઝૂમી રહ્યું હતું પરંતુ લૉકડાઉન વિરુદ્ધ શરૂ થયેલા આંદોલનોએ તેને પ્રતિબંધોમાં ઢીલ આપવા માટે મજબૂર કર્યું હતું. આ પછી સ્થિતિ ઝડપથી બગડવા લાગી છે. ત્રણ વર્ષ પહેલાં ડિસેમ્બરમાં જ દુનિયાનો સૌથી પહેલો કેસ ચીનમાં મળ્યો હતો અને ત્યારથી ડ્રેગન તેની સામે જંગ લડી રહ્યું છે.
Read About Weather here
હોસ્પિટલના શબઘરોના કર્મચારીઓને વધુ સંખ્યામાં તૈનાત કરવા પડી રહ્યા છે કેમ કે કોવિડથી મોતની સંખ્યા સતત વધી રહી છે. ચીનના ટોચના સ્વાસ્થ્ય અધિકારી ડૉ.વૂ.જૂન્યોએ કહ્યું કે કોરોના સંક્રમણ આગલા વર્ષે માર્ચના મધ્ય સુધી ઝડપથી વધશે અને આ ત્રણ મહિનામાં ત્રણ લહેરોથી આખો દેશ પ્રભાવિત થશે. અત્યારે દેશ કોરોનાની પહેલી લહેરથી પીડિત છે બીજી લહેર જાન્યુઆરીના અંતમાં આવવાની શક્યતા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here