ચાલતી કારમાંથી આતશબાજી કરતા ત્રણ યુવકની ધરપકડ

ચાલતી કારમાંથી આતશબાજી કરતા ત્રણ યુવકની ધરપકડ
ચાલતી કારમાંથી આતશબાજી કરતા ત્રણ યુવકની ધરપકડ
દિલ્હી-NCRમાં દિવાળી પર પ્રતિબંધ છતાં કેટલાક વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ગુરુગ્રામમાં એક ચાલતી કારની ટ્રન્ક પર રાખીને આતશબાજી કરવામાં આવી. જેનો વીડિયો સામે આવ્યા બાદ દિલ્હીના DLF ફેઝ-3 પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો. કેસમાં સિકંદરપુરના 3 યુવકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ વીડિયો સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો. ત્યારબાદથી આને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર આગની ઝડપે વીડિયો વાયરલ થયો. વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, કાળા રંગની હુંડાઇ વરના કારને ડ્રાઇવર બેદરકારીથી ચલાવી રહ્યો છે. કારની ટ્રન્કથી એક બાદ એક સ્કાય શોટ ફટાકડા છોડવામાં આવી રહ્યા છે. ગાડી શંકર ચોક તરફથી ગોલ્ફ કોર્સ રોડ તરફ જતા જોવા મળી રહી છે.

ચાલતી કારમાંથી આતશબાજી કરતા ત્રણ યુવકની ધરપકડ આતશબાજી

Read About Weather here

વીડિયો સામે આવતા જ DLF ફેઝ-3ના પોલીસ અધિકારી સંદીપ કુમારે એક ટીમની રચના કરી. તપાસમાં ગાડીના નંબરથી તેના માલિકની ઓળખ કરવામાં આવી. માલિકે કહ્યું કે, કાર વેચવા માટે તેમણે નકુલ, જતિન અને કૃષ્ણને આપેલી છે. તેના આધાર પર ત્રણેયની ધરપકડ કરવામાં આવી. પૂછપરછમાં ત્રણેયે ગુનો કબૂલ્યો. ત્રણેય મિત્રો છે અને જૂની ગાડીઓનું ખરીદ-વેચાણનું કામ કરે છે.દિલ્હી પોલીસે 1થી 24 ઓક્ટોબર સુધી 17 કિલો ફટાકડા જપ્ત કર્યા અને 3 કેસ દાખલ કર્યા હતા. દીવાળી પહેલા દિલ્હીના એનવાયરમેન્ટ મિનિસ્ટર ગોપાલ રાયે કહ્યું હતું કે, રાજધાનીમાં દિવાળી ફટાકડા ફોડવા પર 6 મહિનાની જેલની સજા થઇ શકે છે અને 200 રૂપિયાનો દંડ લાગી શકે છે. તેમ છતા કેટલાક વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવ્યા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here