ઝિમ્બાબ્વેમાં ઓરીના પ્રકોપથી મૃત્યુ પામનારા બાળકોની સંખ્યા વધીને 700 થઇ ગઇ છે તેમ દેશના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. આ દરમિયાન દેશમાં રસીકરણને ફરજિયાત બનાવવા માટે કાયદો બનાવવાની માંગ ઉઠી રહી છે.
મંત્રાલયે જણાવ્યું છે કે, આ મોત પૈકી 37 મોત તો ફક્ત એક જ દિવસ પહેલી સપ્ટેમ્બરે થયા છે. 4 સપ્ટેમ્બર સુધીમાં દેશમાં ઓરીના 6291 કેસ નોંધવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
દેશના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એપ્રિલમાં શરૂ થયેલા ઓરીના પ્રકોપથી અત્યાર સુધીમાં 698 બાળકોના મોત થયા છે. તેમજ 1.5 કરોડની વસ્તીવાળા આ દેશમાં ધાર્મિક સંપ્રદાયોના પ્રભાવને કારણે રસીકરણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.
ઉલ્લેખનીય છે કે, બે સપ્તાહ અગાઉ ઝિમ્બાબ્વેના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઓરીના કારણે 157 બાળકોના મોત થયા છે. આમ માત્ર 2 જ સપ્તાહમાં મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા 4 ગણી વધી ગઇ છે.
Read About Weather here
મોટા ભાગના પરિવારો પોતાની ધાર્મિક માન્યતાને કારણે પોતાના બાળકોને વેક્સિન અપાવતા નથી. સરકારે 6 મહિનાથી 15 વર્ષની ઉંમરના બાળકો માટે વ્યાપક રસીકરણ અભિયાન શરૂ કર્યુ છે. આમ છતાં આ રસીકરણ અભિયાનને યોગ્ય પ્રતિસાદ મળી રહ્યો નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here