ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ અને એસ એસ રાજમૌલિની ‘RRR’ ઓસ્કરમાં શોર્ટલિસ્ટ!

ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' અને એસ એસ રાજમૌલિની 'RRR' ઓસ્કરમાં શોર્ટલિસ્ટ!
ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' અને એસ એસ રાજમૌલિની 'RRR' ઓસ્કરમાં શોર્ટલિસ્ટ!
ધ એકેડેમી ઑફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સે ગુરુવાર, 22 નવેમ્બરના રોજ વિવિધ કેટેગરીના શોર્ટલિસ્ટ નોમિનેશન જાહેરાત કરી હતી. એસ એસ રાજમૌલિની ‘RRR’ને મ્યૂઝિક (ઓરિજિનલ સોંગ) માટે નોમિનેટ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ફિલ્મનું ગીત ‘નાટુ નાટુ…’ શોર્ટલિસ્ટમાં સામેલ છે. આ ફિલ્મને કન્સીડરેશનની વિવિધ કેટેગરીમાં નોમિનેશન કરવામાં આવ્યું છે, જેમાં બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ વિઝ્યૂલ ઇફેક્ટ્સ સામેલ છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ (લાસ્ટ ફિલ્મ શો) શોર્ટલિસ્ટ થઈ છે. ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ તથા ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ ઇન્ટરનએશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં તથા શૌનક સેનની ડોક્યુમેન્ટરી ‘ઓલ ધેટ બ્રીથ્સ’ને ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

Read About Weather here

આ ઉપરાંત કાર્તિકી ગોંસાલ્વિસની ડોક્યુમેન્ટરી ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ને પણ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આમ 95મા ઓસ્કર અવૉર્ડમાં ભારતની કુલ ચાર ફિલ્મ શોર્ટલિસ્ટમાં સામેલ છે. એવું માનવામાં આવે છે કે શૌનક સેનની ડોક્યુમેન્ટરી ઓસ્કર અવૉર્ડ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. ગયા વર્ષે રિંતુ થોમસ તથા સુસ્મિત ઘોષની ડોક્યુમેન્ટરી ‘રાઇટિંગ વિથ ફાયર’ને ઓસ્કર નોમિનેશન મળ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here