કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા!

કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા!
કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા!
દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં નવેમ્બર મહિનામાં દિવસનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું રહેશે, જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતનાં રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં દિવસનું તાપમાન સામાન્યથી વધુ રહેશે. હવામાન વિભાગે મંગળવારે જારી કરેલા રિપોર્ટમાં આ આગાહી કરી છે. આ ઉપરાંત નવેમ્બરમાં ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં દિવસ અને રાતના તાપમાનમાં 15 ડિગ્રીનો ફર્ક નોંધાઈ શકે છે. એટલે કે દિવસે વધુ ગરમી રહેશે અને રાત્રે ઠંડી વધુ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું છે કે, નવેમ્બરમાં દેશમાં વરસાદ સામાન્યથી 23% વધુ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ભારતમાં ઉત્તર-પૂર્વ મોનસૂન આવ્યું છે. નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં સામાન્ય રીતે 118.7 મિ.મી. વરસાદ નોંધાય છે, જ્યારે સમગ્ર દેશમાં નવેમ્બરમાં 29.7 મિ.મી. વરસાદ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here