કારખાનેદારે આજીડેમમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી…

કારખાનેદારે આજીડેમમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી...
કારખાનેદારે આજીડેમમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી...
રાજકોટ શહેરની ગીતાંજલી સોસાયટીમાં રહેતા પાર્થ ચંદુભાઈ રૈયાણી (ઉ.વ.27) નામના યુવાને ગઇકાલે સાંજે પોતાના આજીવસાહતના કારખાનેથી CNC મશીનનો વાયર લેવા જાવ છું કહી લાપતા થયો હતો. જે બાદ તેની લાશ આજીડેમમાંથી મળતા ચકચાર મચી જવા પામ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર યુવક લાપતા થયા બાદ પરિવારજનોએ તેમજ કારખાનાના સ્ટાફે તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ કોઈ રાહદારી આજીડેમ નજીકથી પસાર થતા ત્યાં ખાડા નજીક પર્સ, બાઇક અને અન્ય વસ્તુઓ ત્યાં પડેલી જોઈ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

મૃતક પાર્થના છ મહિના પહેલા જ લગ્ન થયા હતા. તે પોતે આજીવસાહતમાં ઓઇલ એન્જીનના પાર્ટ બનાવવાનું કારખાનું ધરાવે છે.

પાર્થ બે ભાઈમાં મોટો હતો પાર્થને બેન્કમાં એક અલગથી ખાતું ખોલાવવું હોય માટે ભાઈ સાથે માથાકૂટ થઈ હતી જેના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

જો કે આપઘાત પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ માટે ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

જે બાદ આજીડેમ પોલીસને સાથે રાખી પાર્થનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Read About Weather here

 આ અંગે તેઓના પરિવારને જાણ કરવામાં આવતા તેમના પરિવારજનો હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમજ મૃતદેહને ઓળખી બતાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here