કથક નૃત્યનાં સમ્રાટ પદ્મ વિભૂષણ પંડિત બિરજુ મહારાજનું દુઃખદ નિધન

કથક નૃત્યનાં સમ્રાટ પદ્મ વિભૂષણ પંડિત બિરજુ મહારાજનું દુઃખદ નિધન
કથક નૃત્યનાં સમ્રાટ પદ્મ વિભૂષણ પંડિત બિરજુ મહારાજનું દુઃખદ નિધન

હૃદય રોગનો તિવ્ર હુમલો આવતા ૮૩ વર્ષનાં મહાન કલાકારની ચીર વિદાય

આંતરરાષ્ટ્રીય રીતે વિખ્યાત ભારતનાં મહાન કથક નૃત્ય સમ્રાટ પંડિત બિરજુ મહારાજનું 83 વર્ષની વયે દુઃખદ નિધન થયું હતું. સોમવારે હૃદય રોગનો તિવ્ર હુમલો આવતા શાસ્ત્રીય નૃત્ય ગૃહએ આખરી શ્વાસ લીધા હતા. નવી દિલ્હીની સાકેત હોસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી હતી.

ભારતીય કથક નૃત્ય શૈલીને વિશ્વભરમાં જાણીતી કરનાર બિરજુ મહારાજનાં અવસાન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘેર દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે એમની વિદાયથી સમગ્ર કલા જગતને ન પુરાઈ તેવી ખોટ પડી છે. એમણે સદ્દગતનાં પરિવારજનોને ઊંડી સંવેદનાઓ પાઠવી હતી.

બિરજુ મહારાજનાં દોહિત્ર સ્વરાંશ મિશ્રાએ મીડિયા જગતને આ દુઃખદ સમાચાર આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મારા નાનાજી પંડિત બિરજુ મહારાજજી આ જગતમાં રહ્યા નથી.

Visit Saurashtra Kranti Homepage here

ચોથી ફેબ્રુઆરી 1938 નાં રોજ જન્મેલા પંડિતજી એ કથકની લખનૌ શૈલીનાં કાલકા-બિંદાદિન ઘરાનાની કલાને વિશ્વ વિખ્યાત બનાવી હતી. પંડિત અચ્છન મહારાજનાં પુત્ર બિરજુ મહારાજ માત્ર ૯ વર્ષની વય હતી ત્યારે પિતાનો આશ્રય ગુમાવીને અનાથ થઇ ગયા હતા. પરંતુ એમના કાકા પંડિત લચ્છુ મહારાજ અને પંડિત શંભુ મહારાજે એમનું લાલન-પાલન કર્યું હતું.

કથક નૃત્યનાં સમ્રાટ પદ્મ વિભૂષણ પંડિત બિરજુ મહારાજનું દુઃખદ નિધન નૃત્ય
પદ્મ વિભૂષણ પંડિત બિરજુ મહારાજ

શરૂઆતમાં પંડિતજીનું નામ દુખહરણ રાખવામાં આવ્યું હતું, પણ બાદમાં બદલીને બ્રિજમોહન કરવામાં આવ્યું હતું. પણ કથક નૃત્યનાં સમ્રાટ બન્યા બાદ તેઓ કલા જગતમાં બિરજુ મહારાજ તરીકે વિખ્યાત થયા હતા. તેમણે વિશ્વનાં અનેક દેશોમાં યોજાયેલા મહોત્સવોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

એમણે અનેક માન-અકરામ મેળવ્યા હતા. સંગીત નાટક એકેડમી એવોર્ડ, કાલિદાસ સમ્માન, આંધ્રરત્ન, નૃત્ય વિલાસ, સોવિયેટ લેન્ડ નહેરુ એવોર્ડ, શિરોમણી સમ્માન, રાજીવ ગાંધી શાંતિ એવોર્ડ વગેરે સમ્માન પ્રાપ્ત કર્યા હતા. એમણે અનેક હિન્દી ફિલ્મોમાં પ્રખ્યાત ગીતો માટે કોરિયોગ્રાફર કરી હતી.

Read About Weather here

જેમાં સત્યજીત રે ની શતરંજ કે ખિલાડી, દેવદાસ અને દિલ તો પાગલ હે મા માધુરી દીક્ષિતનાં ગીતોનું નૃત્ય નિર્દેશન તેમણેકર્યું હતું. ભારત સરકાર તરફથી એમને દેશનો બીજા ક્રમનો સર્વોચ્ચ સમ્માન પુરસ્કાર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો. પંડિતજીનાં પરિવારમાં 2 પુત્ર અને 3 પુત્રીઓ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here