કંપની કર્મચારીઓને આપે છે વિચિત્ર સજા..!!

કંપની કર્મચારીઓને આપે છે વિચિત્ર સજા..!!
કંપની કર્મચારીઓને આપે છે વિચિત્ર સજા..!!

જો ટાર્ગેટ પૂરો નહીં થાય તો કાચા ઇંડા ખાવા પડશે

હાલમાં ચીનની એક કંપનીએ કર્મચારીને વિચિત્ર સજા સંભળાવી જેની ચર્ચા દુનિયામાં થઈ રહી છે.

વિશ્વભરના દરેક દેશમાં નોકરીને લઈને કર્મચારીઓ ચિંતામાં રહે છે. ઘણી જગ્‍યાએ વર્કિંગ કલ્‍ચરને લઈને વિચિત્ર નિયમ પણ છે. તો ચીન એક એવો દેશ છે જયાં નોકરી અને વર્કિંગ કલ્‍ચર ના ખુબ આકરા નિયમ છે અને ટાર્ગેટ પૂરો ન કરવા પર કર્મચારીઓને સજા પણ ભોગવવી પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

ચીનની ઝંગઝાઉ ટેક કંપનીના ઈન્‍ટર્ને સોશિયલ મીડિયા પર પોતાનું દુખ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું કે અહીં ખરાબ પરફોર્મેંસ પર કર્મચારીઓને કાચા ઈંડા ખાવા પર મજબૂર કરવામાં આવે છે. ઈન્‍ટર્ને સોશિયલ મીડિયા પર લખ્‍યું કે કંપનીમાં કર્મચારીઓ માટે ગજબ નિયમ છે, જો કોઈ કર્મચારી સમય પર પોતાનો ટાર્ગેટ પૂરો કરતો નથી તો કંપની તેને કાચા ઈંડા ખાવાની સજા આપે છે.

તો ચીની કંપનીના કર્મચારીઓને કાચા ઈંડા ખવડાવવાને લઈને સોશિયલ મીડિયા પર આલોચના શરૂ થઈ ગઈ છે. ઘણા યૂઝર્સનું કહેવું છે કે, આ અમાનવીય કૃત્‍ય છે. કાચા ઈંડા ખાવાથી શરીરને ઘણા નુકસાન થાય છે. મામલો ચર્ચામાં આવ્‍યા બાજ જિનશુઈ જિલ્લાના લેબર ઇન્‍સ્‍પેક્‍શન બ્રિગેડે તપાસ શરૂ કરી છે. પરંતુ કંપનીના મેનેજમેન્‍ટનું કહેવું છે કે કર્મચારી સેલ્‍સ પ્રોસેસ માટે જવાબદાર હોય છે, તેવામાં તેને ઈનામ મળે છે તો સજા પણ ભોગવવી પડશે.

Read About Weather here

ઈન્‍ટર્ને આગળ જણાવ્‍યું કે જયારે તેણે ઈંડા ખાવાની ના પાડી તો મેનેજમેન્‍ટ નારાજ થઈ ગયું અને તેને ઈન્‍ટર્નશિપ ખતમ કરવા પર મજબૂર કરવામાં આવ્‍યો. ઈન્‍ટર્ને જણાવ્‍યું કે જે કર્મચારીઓને કાચા ઈંડા ખાવા માટે મજબૂર કરવામાં આવે છે તો તેને ઉલ્‍ટી પણ થાય છે પરંતુ મેનેજમેન્‍ટને તેનાથી કોઈ ફેર પડતો નથી. જો કોઈ સવાલ ઉઠાવે તો એચઆર સીધુ કહે છે કે ક્‍યો કાયદો કાચા ઈંડા ખાવાથી રોકે છે?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here