ઑસ્ટ્રેલિયામાં ભારે વરસાદ અને ત્યારપછી આવેલા પૂર સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. જ્યારે વિક્ટોરિયામાં કટોકટી જાહેર કરી દેવામાં આવી છે. વિક્ટોરિયા રાજ્ય પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયું છે તો મેલબર્નના અમુક વિસ્તારોને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વિક્ટોરિયા, સાઉથ ન્યુ વેલ્સ અને તસ્માનિયાના ઉત્તરી ક્ષેત્રોમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે. બીજી બાજુ અત્યારે બચાવ રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોય 60થી વધુ રક્ષાદળની ટીમોને ઉતારી દેવામાં આવી છે. વિક્ટોરિયાના સ્ટેટ ઈમરજન્સી સર્વિસના મુખ્ય સંચાલન અધિકારી ટીમ વીબુશે કહ્યું કે રાજ્ય ભારે વરસાદને કારણે પૂરનો સામનો કરી રહ્યું છે. ઑસ્ટ્રેલિયન સરકારે ત્રણ રાજ્યોમાં ભારે વરસાદ પડવાથી લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ચાલ્યા જવાનો આદેશ આપ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
અમુક વિસ્તારોમાં 24 કલાક વરસાદ પડવાથી અચાનક જળાશયોનું સ્તર વધવા લાગ્યું છે. મૂશળધાર વરસાદને કારણે અનેક ઘરમાં પાણી ઘૂસી ગયા છે. વરસાદ અને અચાનક આવી પડેલા પૂરને કારણે 20થી વધુ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Read About Weather here
ભારે વરસાદથી આવેલા પૂરને કારણે સ્કૂલોને પણ બંધ કરી દેવામાં આવી છે તો ત્રણ હજાર ઘર તેમજ અન્ય સંસ્થાનોની વીજળી ગૂલ થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે તો સૌથી વધુ મેલબર્નના ઉત્તર-પૂર્વમાં સ્ટ્રેથબોગીમાં પડી રહ્યો છે. દરમિયાન ઑસ્ટ્રેલિયા હવામાન વિભાગે જણાવ્યું કે આવનારા સપ્તાહોમાં હજુ પણ વધુ વરસાદ વરસી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here