એનડીટીવીના પ્રમોટર ગ્રૂપના બોર્ડમાંથી પ્રણવ રોય – રાધિકા રોયે આપ્યું રાજીનામું

એનડીટીવીના પ્રમોટર ગ્રૂપના બોર્ડમાંથી પ્રણવ રોય – રાધિકા રોયે આપ્યું રાજીનામું
એનડીટીવીના પ્રમોટર ગ્રૂપના બોર્ડમાંથી પ્રણવ રોય – રાધિકા રોયે આપ્યું રાજીનામું
એનડીટીવીના સ્થાપકો પ્રણય રોય અને તેમના પત્નિ રાધિકા રોયે, ગઈકાલે RRPR હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડમાંથી રાજીનામું આપી દીધું હતું. એનડીટીવીએ સત્તાવાર રીતે બોમ્બે સ્ટોક એક્સચેન્જને પ્રણય રોય અને રાધિકા રોયના રાજીનામાની જાણકારી આપી છે. કહેવામાં આવ્યું હતું કે પ્રણય અને રાધિકાએ કંપનીના ડિરેક્ટર પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આજથી જ લાગુ થશે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રણય રોય અને તેમના રાધિકા રોયના રાજીનામા બાદ, સંજય પુગલિયા, સુદીપ્તા ભટ્ટાચાર્ય, સેંથિલ સિનેયા ચેંગલવર્યનની તાત્કાલિક અસરથી RRPR હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના બોર્ડમાં ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. અદાણી ગ્રુપે ગત સોમવારે જ એનડીટીવીમાં 29.18 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો.

Read About Weather here

એનડીટીવીની પ્રમોટર કંપનીએ કહ્યું હતું કે તેમણે તેમની 99.5 ટકા ઇક્વિટી મૂડી અદાણી ગ્રૂપની માલિકીની VCPLને ટ્રાન્સફર કરી છે. આ શેરના ટ્રાન્સફર સાથે જ અદાણી ગ્રુપને એનડીટીવીમાં 29.18 ટકા હિસ્સો મળશે. જ્યારે, અદાણી જૂથે NDTVમાં વધુ 26 ટકા હિસ્સા માટે બજારમાં ઓપન ઓફર લાવવાની જાહેરાત કરી હતી. આની સાથે જ અદાણી ગ્રૂપે વધારાના 26 ટકા હિસ્સા માટે ઓપન ઓફર પણ કરી છે, જે 5 ડિસેમ્બર સુધીમાં સમાપ્ત થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here