ઉત્તરાખંડનાં વિર શહીદોને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી શ્રધ્ધાંજલી પાઠવી

ઉત્તરાખંડનાં વિર શહીદોને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી શ્રધ્ધાંજલી પાઠવી
ઉત્તરાખંડનાં વિર શહીદોને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી શ્રધ્ધાંજલી પાઠવી

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ગત દિવસોમાં આતંકીઓએ સેનાની ગાડી પર હુમલો કર્યો. આ હુમલામાં ભારતીય સેનાના 5 જવાન શહીદ થઈ ગયા અને લગભગ આટલા જ ઘાયલ છે. જે 5 સૈનિકોના મોત થયા તે તમામ ઉત્તરાખંડના છે.

રાજ્ય આ શહાદત પર ગર્વ કરી રહ્યું છે તો બીજી તરફ સૈનિકોના પરિવારોમાં શોક પણ છે. આમાં એક પરિવાર એવો પણ છે જેમના બે પુત્ર બે મહિનાના અંતરે જ દેશ માટે શહીદ થઈ ગયા છે.

ઉત્તરાખંડનાં વિર શહીદોને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી શ્રધ્ધાંજલી પાઠવી શહીદો

ઉત્તરાખંડના ટિહરીમાં સ્થિત ડાગર ગામના એક પરિવારના બે પુત્ર બે મહિનાના અંતરમાં દેશ માટે શહીદ થઈ ગયા છે. તેમાંથી એક પુત્ર આદર્શ નેગી ગત સોમવારે જમ્મુ-કાશ્મીરના કઠુઆ તો બીજી તરફ બીજો પુત્ર અને આદર્શના પિતરાઈ ભાઈ મેજર પ્રણય નેગી ગત એપ્રિલમાં લેહમાં બીમારી સામે ઝઝૂમતાં શહીદ થઈ ગયાં હતાં. બંને પુત્રના જવાથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

ઉત્તરાખંડનાં વિર શહીદોને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી શ્રધ્ધાંજલી પાઠવી શહીદો

સ્થાનિક ધારાસભ્ય, રાજ્યના સીએમ પુષ્કર ધામીએ શહીદના પિતા અને પરિવારને સાંત્વના આપી છે.સીએમ ધામીએ આપી શ્રદ્ધાંજલિ મંગળવારની સાંજે પાંચેય શહીદોના પાર્થિવદેહને સૈન્ય વિમાનથી દેહરાદૂન એરપોર્ટ પર પહોંચાડાયા. રાજ્યના સીએમ પુષ્કર સિંહ ધામીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here