ઉડાન ભરતા સમયે પ્લેનના એન્જિનમાં આગ

ઉડાન ભરતા સમયે પ્લેનના એન્જિનમાં આગ
ઉડાન ભરતા સમયે પ્લેનના એન્જિનમાં આગ
દિલ્હી એરપોર્ટ પર શુક્રવારે રાત્રે 9:45 કલાકે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટના એન્જિનમાં ​​​ટેક-ઓફ દરમિયાન આગ લાગી હતી. જોખમને સમજીને પાઇલટે પ્લેનને રનવે પર જ રોકી દીધું હતું. આમ, પાઇલટની સમજદારીને કારણે મુસાફરોના જીવ બચી ગયા. પ્લેનમાં 184 મુસાફર હતા. તમામ મુસાફરો સુરક્ષિત છે. ઈન્ડિગો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટેક્નિકલ ખામીને કારણે પ્લેનના એન્જિને આગ પકડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

વિમાનમાં બેઠેલા મુસાફરોએ બારીમાંથી એન્જિનમાં આગ જોઈને ચોંકી ગયા હતા. ફ્લાઇટે ઉડાન ભરતી વખતે જ આ ઘટના સામે આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. પ્લેનમાં હાજર પેસેન્જરે એનો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન ટેકઓફ માટે રનવે પર દોડે છે, ત્યારે અચાનક સ્પાર્ક થવા લાગે છે. થોડી જ વારમાં તણખાં આગનું રૂપ ધારણ કરે છે. પાઇલટ તરત જ પ્લેનને રનવે પર જ રોકી દે છે. ત્યાર બાદ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જયપુર-ચંદીગઢ જઈ રહેલા વિમાનને ટેક્નિકલ ખામીને કારણે જયપુર એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટના 26 ઓક્ટોબરની છે. વિમાનમાં 70 મુસાફર સવાર હતા. ટેકઓફ કર્યા બાદ એરક્રાફ્ટમાં એસીનું તાપમાન જાળવવામાં આવ્યું ન હતું. આ કારણસર મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ઉતાવળમાં પ્લેનને જયપુર એરપોર્ટ પર પાછું લેન્ડ કરવામાં આવ્યું હતું.

Read About Weather here

સ્પાઈસજેટની ફ્લાઈટનું 12 ઓક્ટોબરની રાત્રે હૈદરાબાદ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કેબિન અને કોકપીટમાં ધુમાડો દેખાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પાઇલટે એર ટ્રાફિક કંટ્રોલર (ATC)ને એલર્ટ કર્યું. આ પછી ગ્રાઉન્ડ સ્ટાફને એલર્ટ કરવામાં આવ્યો અને સુરક્ષિત ઉતરાણ કરવામાં આવ્યું હતું. DGCAએ જણાવ્યું કે સ્પાઈસજેટનું Q400 વિમાન ગોવાથી હૈદરાબાદ આવી રહ્યું હતું. વિમાનમાં 86 મુસાફર સવાર હતા. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત ઉતરાણ બાદ મુસાફરોને ઈમર્જન્સી ગેટ પરથી નીચે ઉતારવામાં આવ્યા હતા. આ દરમિયાન એક મુસાફરના પગમાં ઈજા થઈ હતી. આ બાબત માટે તપાસના આદેશ આપ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here