અંગ્રેજીમાં ડોગ અને ગુજરાતીમાં કુતરા તરીકે ઓળખાતું પ્રાણી સદીઓથી માનવ જાત સાથે રહ્યું છે.
પ્રાચિન ઇતિહાસના મળેલા પુરાવાઓમાં પણ સાબીત થયું છે આ પ્રાણી માણસનું સૌથી વફાદાર મિત્ર રહ્યું છે. આજના સમયમાં પણ વફાદારીનું નામ આવે ત્યારે પ્રથમ નામ કુતરા/ડોગ એની જ લેવામાં આવે છે. લોકો પોતાના શોખ માટે કૂતરું પાડે છે. પછી ધીમે ધીમે લોકો તેને પોતાના પરિવારનો એક સભ્ય છે તેવી રીતે તેની સાચવણી કરવા લાગે છે.
Visit Saurashtra Kranti Homepage here
અમેરિકામાં વર્ષ 2004માં 26 ઓગસ્ટના રોજ લાઇફ સ્ટાઇલ એક્ષપર્ટ અને કોલીન પેજ નામના પ્રાણી પ્રેમી એડવોકેટ દ્વારા નેશનલ ડોગ ડે ઉજવવાની શરુઆત કરી હતી. લોકો રેસ્ક્યૂ કેન્ટરમાંથી ડોગ દત્તક લેવા પ્રોત્સાહિત થાય તે માટે બીજા વર્ષે આ દિવસ વિશ્વમાં પણ ઉજવવાની શરૂ થયો હતો. 26 ઓગસ્ટના રોજ દુનિયામાં આંતરરાષ્ટ્રીય ડોગ ડે ઉજવાય છે. આ દિવસ ડોગની તમામ નસ્લને સન્માન આપવાનો છે.
શેરીમાં રહેતા કુતરાઓ કેન્સર અને ચામડીના રોગથી મુત્યુ વધી રહ્યું છે. ભૂખથી ભાંગી પડયા છે અને કુપોષણનો ભોગ બન્યા છે. એક માહિતી મુજબ વિશ્વમાં અંદાજે 900 મિલિયન કુતરા છે જેમાંથી 470 મિલિયન પાલતું છે. ભારતમાં સ્ટ્રીટ ડોગનું પ્રમાણ સૌથી વધારે છે. જયારે 18.5 મિલિયન પાલતું ડોગ પણ છે. વિશ્વના દરેક દેશના લોકો ઓછાવત્તા પ્રમાણમાં ડોગ પાલનનો શોખ ધરાવે છે.
Read About Weather here
વિશ્વમાં ડોગની 50 જેટલી માન્યતા પ્રાપ્ત નસલ પાળવા માટે જાણીતી છે. બુલડોગ, જર્મન શેફર્ડ, લાબ્રાડોર, સાઇરિયન હસ્કી, પગ, ડોબરમેન, ગોલ્ડન રેટ્રીવર પોમેરિયન વગેરે ડોગની વધુ જાણીતી પાલતુ જાતો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here