આરોગ્ય સાથે ગંભીર ચેડાં! આરોગ્ય વિભાગે ૩ હજાર કિલો જથ્થાને કર્યો સીઝ…

આરોગ્ય સાથે ગંભીર ચેડાં! આરોગ્ય વિભાગે ૩ હજાર કિલો જથ્થાને કર્યો સીઝ...
આરોગ્ય સાથે ગંભીર ચેડાં! આરોગ્ય વિભાગે ૩ હજાર કિલો જથ્થાને કર્યો સીઝ...
રાજકોટમાં વેપારીઓ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. વારંવાર મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓના વેપારેને ત્યાં ચેકિંગ કરી અખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ પણ જ નાશ કરવામાં આવે છે.

ત્યારે હાલમાં જ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વેપારીઓને ત્યાંથી લેવામાં આવેલા ઘી, મરચું, ધાણાજીરું અને હળદરના નમૂનાઓ ચકાસણી દરમિયાન ફેલ થયા છે. શહેરના દરજી બજારમાં આવેલા આશિર્વાદ માર્કેટિંગમાં મરચાના પાવડર બાદ હવે હળદર અને ધાણાજીરૂના નમૂનાઓ પણ ફેલ થયા છે. હળદરમાં મકાઇની સ્ટાર્ચ અને યેલ્લો ઓઇલ મળી આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે બીજી બાજુ  ધાણાજીરૂમાં પણ ભેળસેળ સામે આવી છે. આરોગ્ય વિભાગે 3 હજાર કિલોના જથ્થાને સીઝ કર્યો છે.

બીજી તરફ ગુંદાવાડીમાં આવેલા ભાગ્યોદય અનાજ ભંડારમાંથી લીધેલા વિદુર બ્રાન્ડ ઘીના નમૂના પણ પરિક્ષણ દરમ્યાન નાપાસ થયા છે. તો મંગળા મેઇન રોડ પરથી મહેન્દ્ર પોપટને ત્યાંથી લીધેલા લૂઝ ઘીના નમૂના પણ ફેલ થયા છે. ઘીમાં મોટા પ્રમાણમાં વેજીટેબલ ફેટ મળી આવ્યું છે. આરોગ્ય વિભાગે બંને પેઢી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

મહત્વનું છે કે, રાજકોટ મહાનગર પાલિકાની ફૂડ શાખાએ બાતમીને આધારે દરજી બજારમાં એક ગોડાઉનમાં રેડી કરી હતી અને આર્શીવાદ માર્કેટિંગ નામની દુકાનમાંથી મરચાંના નમૂના લેવાયા હતા અને અમદાવાદના માધુપુરામાં ખાનગી લેબમાં નમૂના તપાસ માટે મોકલ્યા હતા. પરંતુ ગુજરાત લેબોરેટરીએ મરચું ખાવા લાયક હોવાનો રિપોર્ટ આપ્યો હતો.

Read About Weather here

જેથી ફૂડ શાખાની ટીમે વધુ તપાસ માટે પૂના લેબમાં નમૂના મોકલ્યા હતા. જ્યાં તમામ નમૂના ફેઇલ થયાં હતા. તપાસ દરમિયાન પૂનાની લેબમાં મરચાં પાઉડરમાં જોખમી રંગ મળી આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here