વડાપ્રધાન મોદી આજે ઉત્તરાખંડની મુલાકાતે તેઓ કેદારનાથ અને બદ્રીનાથમાં પૂજા કરશે. આ સાથે અહીં 3400 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. પીએમ મોદી કેદારનાથ મંદિર પહોંચ્યા છે. મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
મીડિયા રિપોર્ટ્સ અનુસાર PM આજે સવારે કેદારનાથ મંદિર પહોંચશે. અહીં તેઓ દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ તેઓ 9 વાગ્યે કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ રોપવે 9.7 કિલોમીટર લાંબો હશે, જે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. હાલમાં આ અંતર કાપવામાં લગભગ છ કલાકનો સમય લાગે છે, રોપ-વેના નિર્માણ બાદ આ યાત્રા 30 મિનિટમાં પૂર્ણ થશે.
Read About Weather here
રોપ-વેનો શિલાન્યાસ કર્યા બાદ પીએમ આદિ ગુરુ શંકરાચાર્યની સમાધિના દર્શન કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ મંદાકિની અને સરસ્વતી નદીના કિનારે ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. PM મોદી લગભગ 11 વાગે બદ્રીનાથ પહોંચશે, અહીં બાબાના દર્શન કરીને આશીર્વાદ લેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here