અમેરિકામાં મંગળવારે મધ્યસત્રની મહત્ત્વપૂર્ણ ચૂંટણી યોજાશે. ઈતિહાસમાં પહેલીવાર આવું થશે કે જ્યારે અમેરિકી સમાજ વિભિન્ન મુદ્દાઓ પર વિભાજિત છે. દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના સમર્થકોએ જાહેરમાં કહ્યું છે કે જો તેમની રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારો ચૂંટણી હારશે તો તે ચૂંટણીનાં પરિણામોને સ્વીકારવાના નથી.
Visit Saurashtra Kranti Homepage here
અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીએ તેના માટે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ્સ પર આકરું પ્રચારયુદ્ધ પણ છેડ્યું છે. ટ્રમ્પ સમર્થકો બાઈડેન સરકાર પર ભેદભાવ કરવાનો આરોપ મૂકી રહ્યા છે. બાઈડેને મધ્યસત્ર ચૂંટણીને અમેરિકાનાં લોકશાહી મૂલ્યો માટે મોટી પરીક્ષા ગણાવી છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ સમર્થકો ચૂંટણીમાં ગેરરીતિનો દુષ્પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણીનાં પરિણામો રાષ્ટ્રપતિ બાઈડેન અને પૂર્વ પ્રમુખ ટ્રમ્પની 2024ની ચૂંટણીમાં પોત-પોતાની પાર્ટી તરફથી દાવેદારીનો આધાર નક્કી કરશે.
Read About Weather here
બાઈડેન 2020માં રાષ્ટ્રપતિ બન્યા હતા. બે વર્ષ પછી યોજાઈ રહેલી મધ્યસત્ર ચૂંટણી બાઈડેન માટે પ્રથમ અગ્નિપરીક્ષા સાબિત થશે. બાઈડેનની લોકપ્રિયતા હાલના સમયે માઈનસ 40 પોઈન્ટ ઓછી ચાલી રહી છે. એવામાં તેમના માટે પાર્ટીને જીતાડવી મોટો પડકાર છે. મધ્યસત્ર ચૂંટણીમાં ગન કન્ટ્રોલ, ગર્ભપાત પર રોક અંગે સુપ્રીમનો નિર્ણય, વધતી મોંઘવારી અને જાતિવાદ જેવા મુદ્દા પણ છવાયા છે. અમેરિકાના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર આવું બને છે જ્યારે અનેક મુદ્દે અમેરિકી લોકોનો જુદો જુદો અભિપ્રાય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here