આજે અને આવતીકાલે કોરોના વેક્સિનેશન મેગા ડ્રાઈવ

આજે અને આવતીકાલે કોરોના વેક્સિનેશન મેગા ડ્રાઈવ
આજે અને આવતીકાલે કોરોના વેક્સિનેશન મેગા ડ્રાઈવ

મહાનગરપાલિકા દ્વારા આજે અને આવતીકાલના રોજ કોરોના વેક્સિનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં શહેરના 22 આરોગ્ય કેન્દ્રો ખાતે સવારે 09:00 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી તેમજ પી.ડી.યુ. મેડીકલ કોલેજ, પદ્મકુંવરબા હોસ્પિટલ-ગુંદાવાડી, રેલ્વે હોસ્પિટલ અને ESIS હોસ્પિટલ ખાતે સવારે 9 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી અને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ દિન દયાળ ઔષધાલયમાં બપોરના 2 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી તેમજ મોલ, માર્કેટ, હોકર્સ ઝોન, ક્ધસ્ટ્રકશન સાઈટ, સ્લમ વિસ્તાર, સોસાયટી વિસ્તારમાં 63 મોબાઈલ મેડીકલ ટીમ દ્વારા કોરોના વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

જેમાં આજે બપોર 1 વાગ્યા સુધીમાં 8213 નાગરિકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. હાલ મેગા ડ્રાઈવની કામગીરી ચાલુ છે.

Read About Weather here

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા ડ્રાઈવ દરમ્યાન હર ઘર દસ્તક હેઠળ ઘર આંગણે જઈને પણ કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. શહેરના વધુને વધુ નાગરિકોને કોરોના વેક્સિનેશન મેગા ડ્રાઈવનો લાભ લ્યે અને વેક્સિન લેવામાં બાકી રહેલા નાગરિકોને વેક્સિન લેવા અપીલ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here